દિલ્હી બ્લાસ્ટ આતંકી મુઝમ્મિલની ગર્લફ્રેન્ડ શાહીનની ધરપકડ, બ્લાસ્ટમાં સામેલ હોવાની આશંકા

લખનઉ : દિલ્હીના લાલ કિલ્લા પાસે સોમવારે થયેલા વિસ્ફોટ બાદ સુરક્ષા એજન્સીઓ હાઈ એલર્ટ પર છે. જયારે આ તપાસ દરમિયાન જમ્મુ કાશ્મીર પોલીસની એક સંયુક્ત ટીમે લખનઉના એક મહિલા ડોક્ટરના ત્યાં દરોડા પાડ્યા હતા. જેનું ફરીદાબાદમાંથી પકડાયેલ આતંકી સાથે કનેક્શન હતું. જેની બાદ પોલીસે આતંકી મુઝમ્મિલની ગર્લફ્રેન્ડ શાહીનની ધરપકડ કરી છે.
દિલ્હી બ્લાસ્ટમાં શાહીન શાહીદનો હાથ હોવાની આશંકા
આ કાર્યવાહી ફરીદાબાદમાં પકડાયેલા આતંકીની પૂછપરછ બાદ કરવામાં આવી હતી. તેમજ દિલ્હી બ્લાસ્ટમાં શાહીન શાહીદનો હાથ હોવાની આશંકા છે. તેના મકાન માલિક ડોક્ટરનું નામ પરવેઝ અંસારી છે. તેમજ ઈન્ટીગ્રલ યુનિવર્સીટીનો પાસ તેમની ગાડીમાં લાગેલો મળ્યો હતો.
આતંકી મુઝમ્મિલના તાર લેડી ડોક્ટર સાથે પણ જોડાયેલા
જમ્મુ કાશ્મીર પોલીસની તપાસમાં ખુલ્યું હતું કે, આતંકી મુઝમ્મિલના તાર એક લેડી ડોક્ટર સાથે પણ જોડાયેલા છે. આતંકી મુઝમ્મિલ જે કાર ચલાવતો હતો, તે કાર આ લેડી ડોક્ટરની છે. જમ્મુ-કાશ્મીર પોલીસ લેડી ડોક્ટરની પૂછપરછ કરી હતી. પોલીસે જણાવ્યું હતું કે, એક કાશ્મીરી ડોક્ટરની ધરપકડ કરવામાં આવી છે અને તેની ભાડાની રહેણાંક જગ્યા પરથી આશરે 360 કિલોગ્રામ વિસ્ફોટકો જે એમોનિયમ નાઈટ્રેટ હોવાની શંકા છે તેમજ મોટા પ્રમાણમાં શસ્ત્રો અને દારૂગોળો મળી આવ્યો હતો.
ફરીદાબાદ અને જમ્મુ-કાશ્મીર પોલીસ દ્વારા સંયુક્ત ઓપરેશન
આ ઓપરેશન ફરીદાબાદ અને જમ્મુ-કાશ્મીર પોલીસ દ્વારા સંયુક્ત રીતે હાથ ધરવામાં આવ્યું હતું. પોલીસે જણાવ્યું હતું કે, આરોપીની ઓળખ મુઝમ્મિલ શકીલ તરીકે થઈ છે, જે અલ ફલાહ યુનિવર્સિટીમાં શિક્ષક છે. આ યુનિવર્સિટી હરિયાણાના ધોજ ખાતે આવેલી છે અને યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન દ્વારા માન્યતા પ્રાપ્ત છે.
આપણ વાંચો: પીએમ મોદીએ ભૂટાન જઈને દિલ્લી બ્લાસ્ટ પર દુખ વ્યકત કર્યું, કહ્યું- કોઈપણ દોષીતોને છોડવામાં નહીં આવે



