Top Newsનેશનલ

દિલ્લીનો બ્લાસ્ટ આત્મઘાતી હુમલો, ફરીદાબાદમાંથી વિસ્ફટકો પકડાતાં બદલાયો પ્લાન, બાકી…….

નવી દિલ્લીઃ ગઈકાલે દિલ્લીમાં લાલ કિલ્લા મેટ્રો સ્ટેશનના ગેટ નંબર-1 પાસે એક કારમાં ભયાનક વિસ્ફોટ થતાં અફરાતફરી મચી હતી. વિસ્ફોટ બાદ દિલ્લીમાં હાઇઍલર્ટ જાહેર કરી દેવાયું હતું. વિસ્ફોટ બાદ કારમાં ભીષણ આગ લાગી હતી, જેના કારણે આસપાસના અનેક વાહનો આગની ઝપેટમાં આવતા બળીને ખાક થઈ ગયા છે. ઘટનાનો વીડિયો પણ સામે આવ્યા હતા, જેમાં કાર, ટુ-વ્હીલર સહિત અનેક ગાડીઓ ખાક થઈ ગઈ હતી. ઘટનામાં નવ લોકોના મોત અને 24 લોકો ઈજાગ્રસ્ત થયા હોવાની માહિતી સામે આવી હતી.

બનાવ સંદર્ભે આજે દિલ્લી પોલીસે જણાવ્યું કે, પ્રાથમિક તપાસ મુજબ કાર વિસ્ફોટ એક ‘ફિદાયીન’ (આત્મઘાતી) હુમલો હોઈ શકે છે. તપાસમાં શંકાસ્પદના ઇરાદાનો ખ્યાલ આવે છે. તેમને જેવું જાણવા મળ્યું કે ફરીદાબાદ મોડ્યુલનો પર્દાફાશ થઈ ગયો છે, તેણે આત્મઘાતી હુમલાની યોજના બનાવી લીધી હતી. તમામ સંબંધિત એજન્સીઓ વિસ્ફોટ પાછળના ઉદ્દેશ્યને જાણવા માટે તમામ પાસાઓ પર કામ કરી રહી છે.

પોલીસ અનુસાર જે કારમાં વિસ્ફોટ થયો તે ઘટના પહેલા એક મસ્જિદ નજીક પાર્કિંગમાં આશરે ત્રણ કલાક સુધી ઉભી હતી. વિસ્ફોટ પહેલાની તસવીર પણ સામે આવી છે, જેમાં કાર સુનહરી મસ્જિદ પાસે રોડ પર પાર્ક થયેલી જોવા મળે છે. પોલીસ મુજબ, કાર 10 નવેમ્બરે બપોરે 3.19 કલાકે પાર્કિંગમાં પ્રવેશી હતી. સાંજે 6.48 કલાકે પાર્કિંગમાંથી નીકળી હતી. જેની ચાર મિનિટ બાદ 6.52 કલાકે કારમાં વિસ્ફોટ થયો હતો.

સૂત્રોના જણાવ્યા અનુસાર ડૉ. ઉમર લગભગ અઢીથી ત્રણ કલાક સુધી પાર્કિંગમાં પાર્ક કરેલી i20 કારમાં બેઠો રહ્યો હતો. તે એક ક્ષણ માટે પણ કારમાં બહાર નીકળ્યો નહોતો. સૂત્રોના જણાવ્યા અનુસાર, ફરીદાબાદ મોડ્યુલનો ભાગ રહેલા ડૉ. ઉમર પાર્કિંગમાં કોઈની રાહ જોઈ રહ્યો હતો કે પછી કોઈ સૂચનાઓની રાહ જોઈ રહ્યો હતો તે સ્પષ્ટ થયું નથી.

આ પણ વાંચો…દિલ્હીમાં આત્મઘાતી હુમલો: લાલ કિલ્લા પાસે બ્લાસ્ટ, 9નાં મોત, જાણો શું છે આખો ઘટના ક્રમ

MayurKumar Patel

15 વર્ષથી મીડિયા ક્ષેત્રમાં કાર્યરત છે. જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. બિઝનેસ, લોકલ ન્યૂઝ, રાજકારણ, ધર્મ, યુટિલિટી પર સારી પકડ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button