દિલ્હી બ્લાસ્ટ, લોકોની નજર સામે માણસોના ફુરચા ઉડ્યાં, અંગો હવામાં ફંગોળાઈને જમીન પર પડ્યાં

દિલ્હી : દિલ્હીના લાલ કિલ્લા પાસે થયેલા વિસ્ફોટથી સમગ્ર વિસ્તારમાં ગભરાટ ફેલાયો છે. આ વિસ્ફોટ એટલો શક્તિશાળી હતો કે નજીકના પાંચથી છ વાહનો પણ નુકસાન થયું છે. જેમાં 11 લોકો માર્યા ગયા છે અને અનેલ લોકો ઘાયલ થયા હતા. તેમજ રોડ પર ધુમાડાના ગોટેગોટા છવાઈ ગયા હતા.
આટલો ભયંકર વિસ્ફોટ સાંભળ્યો ન હતો : પ્રત્યક્ષદર્શી
આ બ્લાસ્ટના એક પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું હતું કે વિસ્ફોટ એટલો શક્તિશાળી હતો કે તેનાથી ઇમારતોની બારીઓ પણ ઉડી ગઈ હતી. એક પ્રત્યક્ષદર્શીએ કહ્યું, હું મારી દુકાનમાં બેઠો હતો ત્યારે અચાનક એટલો જોરદાર વિસ્ફોટ થયો કે હું ખુરશી પરથી પડી ગયો. મેં મારા જીવનમાં ક્યારેય આટલો ભયંકર વિસ્ફોટ સાંભળ્યો ન હતો.

આ પણ વાંચો: દિલ્હીમાં વિસ્ફોટઃ મૃતકની સંખ્યા વધીને 11 થઈ, કમિશનરે બ્લાસ્ટ અંગે આપ્યું નિવેદન?
શરીરના અંગો હવામાં ફંગોળાયા : પ્રત્યક્ષદર્શી
જયારે અન્ય એક પ્રત્યક્ષદર્શીએ કહ્યું કે તે ઘરે હતો અને જ્યારે તે ટેરેસ પર ગયો ત્યારે તેણે આકાશમાં આગની જ્વાળાઓ જોતી હતી. જયારે ઘટનાસ્થળે હાજર એક સ્થાનિકે જણાવ્યું, જ્યારે અમે પહોંચ્યા, ત્યારે અમે રસ્તા પર કોઈનો હાથ પડેલો જોયો. અમે સંપૂર્ણપણે ચોંકી ગયા. . તેમજ નજીકમાં આવેલી ઘણી કારને નુકસાન થયું હતું અને શરીરના અંગો હવામાં ફંગોળાઈને જમીન પર પડ્યા હતા. કોઈ સમજી શક્યું નહીં કે શું થયું હતું.

લાલ કિલ્લા બ્લાસ્ટ 11 લોકોના મોત
દિલ્હી લાલ કિલ્લાના મેટ્રો સ્ટેશન નજીકના બ્લાસ્ટ પછી સમગ્ર દેશના સંવેદનશીલ શહેરોમાં હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. વિસ્ફોટ પછી સમગ્ર પરિસરમાં અફરાતફરી મચી ગઈ હતી, જેમાં પીડિતોએ ખતરનાક વીતક જણાવી હતી. વિસ્ફોટમાં માર્યા જનારાની સંખ્યામાં વધારો થયો છે, જેમાં કુલ 11 લોકોના મોત થયા છે, જ્યારે 30 લોકો ઘાયલ થયા છે. મૃતકના મૃતદેહોને લોક નારાયણ જયપ્રકાશ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે.



