નેશનલ

અલ-ફલાહ યુનિવર્સિટીમાં શરુ કરાઈ દિલ્હી બ્લાસ્ટની તપાસ, જાણો કોણ ચલાવે છે આ યુનિવર્સીટી ?

નવી દિલ્હી : દિલ્હી બ્લાસ્ટ અને ફરીદાબાદ આતંકી મોડ્યુલની તપાસમાં અલ-ફલાહ યુનિવર્સિટી ચર્ચાનું કેન્દ્ર બન્યું છે. જેમાં દિલ્હી પોલીસે આ યુનીવર્સીટીમાં તપાસ શરુ કરી છે. ફરીદાબાદ પોલીસે યુનિવર્સિટીમાં ડૉ. મુઝમ્મિલ સાથે કામ કરતા ફેકલ્ટી અને અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ અને મેડિકલ કોલેજના પ્રિન્સિપાલની પૂછપરછ શરુ કરી છે.

યુનિવર્સિટીના 52 થી વધુ લોકોની પૂછપરછ

પોલીસે આ યુનિવર્સિટીના 52 થી વધુ લોકોની પૂછપરછ કરી છે. તેમજ ફરીદાબાદ પોલીસે છ વ્યક્તિઓની અટકાયત કરી છે અને આતંકવાદી મોડ્યુલની તપાસ કરી રહી છે. અલ-ફલાહ યુનિવર્સિટીના એક સૂત્રએ જણાવ્યું હતું કે ડૉ. શાહીન, ડૉ. ઉમર અને ડૉ. મુઝમ્મિલ બધા સિનિયર ડૉક્ટર છે. જયારે અટકાયત કરાયેલા છ વ્યક્તિઓ મોટાભાગે જુનિયર ડૉક્ટર છે. આ યુનિવર્સિટીના 40 ટકા ડૉક્ટરો કાશ્મીરના છે.

આપણ વાચો: દિલ્હી બ્લાસ્ટ બાદ જમ્મુ કાશ્મીરમાં પણ હાઈ એલર્ટ, સુરક્ષા સઘન કરાઈ…

યુનિવર્સિટી 70 એકરમાં ફેલાયેલી

અલ-ફલાહ યુનિવર્સિટી ફરીદાબાદ જિલ્લાના ધૌજમાં અરવલ્લી પર્વતમાળાની તળેટીમાં સ્થિત 70 એકર જમીનમાં ફેલાયેલી છે. અલ-ફલાહ યુનિવર્સિટી એ અલ-ફલાહ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સંચાલિત છે.

આ કેમ્પસમાં ત્રણ કોલેજો છે. અલ-ફલાહ સ્કૂલ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી, બ્રાઉન હિલ કોલેજ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી અને અલ-ફલાહ સ્કૂલ ઓફ એજ્યુકેશન એન્ડ ટ્રેનિંગ છે.

આપણ વાચો: દિલ્હી બ્લાસ્ટ આતંકી મુઝમ્મિલની ગર્લફ્રેન્ડ શાહીનની ધરપકડ, બ્લાસ્ટમાં સામેલ હોવાની આશંકા

ખાનગી યુનિવર્સિટી અધિનિયમ હેઠળ રજીસ્ટર

યુનિવર્સિટીની વેબસાઇટ અનુસાર, અલ-ફલાહ યુનિવર્સિટીની સ્થાપના હરિયાણા વિધાનસભા દ્વારા હરિયાણા ખાનગી યુનિવર્સિટી અધિનિયમ 2006 હેઠળ પસાર કરાયેલા કાયદા દ્વારા કરવામાં આવી હતી. અલ-ફલાહ યુનિવર્સિટીને 2015 માં યુજીસી દ્વારા માન્યતા આપવામાં આવી હતી. અલ ફલાહ સ્કૂલ ઓફ મેડિકલ સાયન્સ એન્ડ રિસર્ચ સેન્ટરને 2019 MBBS બેચને પ્રવેશ આપવા માટે NMCની મંજૂરી મળી હતી.

MBBS થી લઈને બે વર્ષના B.Ed સુધીના અભ્યાસક્રમો

આ યુનિવર્સિટીમાં એન્જિનિયરિંગ અને MBBS થી લઈને B.Ed.MBA,MCAઅને PhD ફિઝિકલ મોલેક્યુલર સાયન્સ (ફિઝિક્સ) (કેમિસ્ટ્રી) સહિત અનેક પ્રકારના અભ્યાસક્રમો ચલાવવામાં આવે છે.

Chandrakant Kanoja

ગુજરાતી ન્યૂઝ ચેનલ તેમજ ડિજિટલ મીડિયા મળીને કુલ 25 વર્ષનો અનુભવ છે. જેમાં 14 વર્ષ સુધી ગુજરાતી અને હિન્દી ઈલેક્ટ્રોનિક્સ મીડિયામાં રિપોર્ટિંગ અને બ્યૂરો ચીફ તરીકેની કામગીરી કરેલી છે. ગુજરાતના રાજકારણ અને સમાજ કારણને ખૂબ જ નજીકથી કવર કર્યું છે. જ્યારે 11 વર્ષનો ડિજિટલ મીડિયાનો અનુભવ ધરાવે છે. પોલિટિકલ, ક્રાઇમ,… More »

સંબંધિત લેખો

Back to top button