Top Newsનેશનલ

દિલ્હી બ્લાસ્ટઃ આતંકી હુમલામાં સામેલ i20 કાર માલિકની ધરપકડ, ઉમર સાથે મળીને રચ્યું ‘ષડયંત્ર’

નવી દિલ્હીઃ દિલ્હીના લાલ કિલ્લા નજીકના વિસ્ફોટમાં એનઆઈએ (રાષ્ટ્રીય તપાસ એજન્સી)ને સૌથી મોટી સફળતા મળી છે. કાર વિસ્ફોટમાં મૂળ માલિકની ધરપકડ કરી છે, જે આત્મઘાતી હુમલાખાોર સાથે મળીને આતંકવાદી ષડયંત્ર રચ્યું હતું. ધરપકડ કરવામાં આવેલા આરોપીનું નામ આમિર રાશિદ અલી છે. વિસ્ફોટમાં ઉપયોગ કરવામાં આવેલી કાર તેના નામે રજિસ્ટર્ડ છે. એનઆઈએએ તેને દિલ્હીથી પકડ્યો છે.

આમિર અલી પંપોરનો રહેવાસી છે
સમગ્ર કેસની વિગતવાર તપાસ માટે એનઆઈએને જવાબદારી સોંપવામાં આવી હતી ત્યારે એનઆઈએને આ કેસમાં સૌથી મોટી સફળતા મળી છે. તપાસ વખતે આમિર રાશિદ અલી ઝડપાયો છે. આમિર અલી જમ્મુ કાશ્મીરના સાંબુરા પંપોરનો રહેવાસી છે. તેને પુલવામાના ઉમર ઉન નબી નામના વ્યક્તિ સાથે મળીને હુમલાની યોજના ઘડી કાઢી હતી. આમિર દિલ્હી એટલા માટે આવ્યો હતો કે તે કાર ખરીદવામાં મદદ કરી શકે, ત્યાર પછી ધમકા માટે આઈઈડી બનાવવા માટે ઉપયોગ કર્યો હતો.

મંગળવારે જ આમિરની કરી હતી અટક
આમિરને અગિયારમી નવેમ્બરના મંગળવારે અટક કરવામાં આવી હતી. લાંબી પૂછપરછ પછી પોતાના ષડયંત્રને અંજામ આપ્યો હોવાની કબૂલાત પછી તેની ધરપકડ કરી હતી. એનઆઈએની ફોરેન્સિક તપાસ મારફત એ ડ્રાઈવરની ઓળખ કરી હતી, જે ધમાકા વખતે કારમાં હતો. એની ઓળખ ઉન નબી તરીકે કરી છે. ઉમર પુલવામા રહેનારો છે અને હરિયાણાના ફરિદાબાદ સ્થિત અલ-ફલાહ યુનિવર્સિટીમાં જનરલ મેડિસિન વિભાગમાં આસિસ્ટંટ પ્રોફેસર હતો, જે ખૂદને ડોક્ટર ગણાવતો હતો, પરંતુ આતંકવાદી હુમલામાં પણ સામેલ હતો.

73 સાક્ષીની પૂછપરછ કરવામાં આવી છે
એનઆઈએએ ઉન નબીની વધુ એક કાર જપ્ત કરી છે. હવે એ કારની પણ તપાસ કરી રહી છે, જેથી વધુ પુરાવા મળે. અત્યાર સુધીમાં 73 સાક્ષીની પૂછપરછ કરી છે, જેમાં વિસ્ફોટમાં ઘાયલ લોકો પણ સામેલ હતા. આ વિસ્ફોટ દસમી નવેમ્બરના થયો હતો, જેનાથી સમગ્ર દેશમાં ખળભળાટ મચી ગયો હતો.

અનેક રાજ્યની પોલીસ પણ તપાસમાં એક્ટિવ
એનઆઈએની તપાસ સાથે અત્યારે દિલ્હી પોલીસ, જમ્મુ કાશ્મીર પોલીસ, હરિયાણા પોલીસ, યુપી પોલીસની સાથે અન્ય એજન્સી પણ તપાસ કરે છે. તપાસ એજન્સી અત્યારે એ વાતની તપાસ કરે છે કે આ હુમલામાં કોણ કોણ જોડાયેલા હતા તથા સંગઠનનું કનેક્શન.

20 ડોક્ટરની પૂછપરછ સાથે 200 લોકોની અટક
દિલ્હી વિસ્ફોટ કેસની તમામ એજન્સી વિસ્તૃત તપાસ કરી રહી છે ત્યારે અત્યાર સુધીમાં 20થી વધુ ડોક્ટરની પૂછપરછ કરી છે, જેમાંથી મોટા ભાગના લોકોને છોડવામાં આવ્યા છે. ઉપરાંત, કાશ્મીર પોલીસે 200 લોકોની સંદીગ્ધ ગતિવિધિને લઈને પૂછપરછ માટે અટક કરી હતી, પરંતુ ત્યાર પછી મોટા ભાગના લોકોને છોડવામાં આવ્યા હતા.

હજુ તપાસ પ્રાથમિક તબક્કામાં છે. મજબૂત પુરાવાના આધારે કોઈની ધરપકડ કરી નથી, પરંતુ ચાર મુખ્ય આરોપી સામે સાક્ષી છે, જેમાં ડોક્ટર આદિલ, ડોક્ટર મુઝમ્મિલ, શાહીન અને મૌલવી ઈરફાન. ઘટનાસ્થળેથી 9એમએમના ત્રણ કારતૂસ પણ મળ્યા છે, જેની તપાસ ચાલુ છે.

આ પણ વાંચો…શંકાસ્પદ આતંકી સુહેલના ઘરે પહોંચી ગુજરાત એટીએસઃ ઘરેથી શંકાસ્પદ વસ્તુઓ જપ્ત કરી, પરિવાર પર પસ્તાળ

Kshitij Nayak

વરિષ્ઠ પત્રકાર બિઝનેસ, રાજકીય, ઈન્ફ્રાસ્ટ્રક્ચર, વિવિધ પૂર્તિ તેમ જ સિટી ડેસ્કના ઈન્ચાર્જ સહિતની જવાબદારીઓ બજાવી ચૂક્યા છે. પત્રકારત્વ ક્ષેત્રે 20 વર્ષનો અનુભવ ધરાવે છે. દરેક વિષયો પર સારી એવી પકડ ધરાવે છે. More »

સંબંધિત લેખો

Back to top button