નેશનલ

દિલ્હીની જેમ પશ્ચિમ બંગાળમાં પણ બ્લાસ્ટનું ષડયંત્ર, 20,000 જીલેટીન સ્ટીક જપ્ત

કોલકાતા: દિલ્હીમાં સોમવારે સાંજે લાલ કિલ્લા પાસે થયેલા વિસ્ફોટ મુદ્દે સમગ્ર દેશમાં હાઈ એલર્ટ છે. તેમજ આ વિસ્ફોટ અંગે અનેક નવા ખુલાસા થઈ રહ્યા છે. આ દરમિયાન પશ્ચિમ બંગાળમાં પણ બ્લાસ્ટ કરવાના ષડયંત્રનો પર્દાફાશ થયો છે. પોલીસને બીરભુમ જીલ્લામાંથી વિસ્ફોટક પદાર્થ 20,000 જીલેટીન સ્ટીક મળી આવી છે.

જેના પગલે અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે. જેમાં દિલ્હીની જેમ પશ્ચિમ બંગાળના વિસ્ફોટનું ષડયંત્ર રચવામાં આવ્યું હતું કે તેની પણ તપાસ કરવામાં આવી રહી છે.

આપણ વાચો: દિલ્હી બ્લાસ્ટના આરોપીઓનું તુર્કીયે કનેક્શન શું છે, જાણો નવી અપડેટ?

20,000 જીલેટીન સ્ટીકને પીક અપ વાનમાંથી જપ્ત

આ અંગે પોલીસે જણાવ્યું કે 50 બેગમાં રાખવામાં આવેલી 20,000 જીલેટીન સ્ટીકને એક પીક અપ વાનમાંથી જપ્ત કરવામાં આવી છે. આ વાન ઝારખંડના પાકુડથી બંગાળ જઈ રહી હતી.

મંગળવાર રાત્રે બીરભુમના સુલતાનપુર નલહાટી રોડ પર પોલીસ તપાસ દરમિયાન પીક અપ વાનને ઝડપવામાં આવી હતી. આ કેસમાં એક આરોપીની પણ ધરપકડ કરવામાં આવી છે. પોલીસ હાલ તેની સઘન પૂછતાછ કરી રહી છે.

આપણ વાચો: દિલ્હી બ્લાસ્ટ કેસમાં મોટો ખુલાસો, પોલીસ શોધી રહી છે લાલ ફોર્ડ ઇકો સ્પોર્ટ કાર…

લાલ કિલ્લા પાસે થયેલા બ્લાસ્ટ બાદ સમગ્ર દેશમાં હાઈ એલર્ટ

ઉલ્લેખનીય છે કે ,દિલ્હીમાં સોમવારે લાલ કિલ્લા પાસે થયેલા બ્લાસ્ટ બાદ સમગ્ર દેશમાં હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તેમજ પોલીસ દ્વારા સઘન તપાસ હાથ ધરવામાં આવી રહી છે. તેમજ શંકાસ્પદ પ્રવુતિ ઘરાવતા લોકોની અટકાયત કરીને પૂછતાછ કરવામાં આવી રહી છે. દિલ્હી બ્લાસ્ટની તપાસના પોલીસ અને સુરક્ષા એજન્સીઓ જોતરાઈ છે.

તેમજ આ બ્લાસ્ટના તમામ કનેક્શનને શોધવાના પ્રયાસ કરી રહ્યા છે. જેમાં દિલ્હીના તમામ પોલીસ સ્ટેશનો, પોલીસ ચોકીઓ અને બોર્ડર આઉટપોસ્ટને લાલ ફોર્ડ ઇકોસ્પોર્ટ કાર શોધવા માટે એલર્ટ કરવામાં આવ્યા છે. આ તપાસમાં જાણવા મળ્યું છે કે શંકાસ્પદો પાસે બીજી કાર પણ હતી.

Chandrakant Kanoja

ગુજરાતી ન્યૂઝ ચેનલ તેમજ ડિજિટલ મીડિયા મળીને કુલ 25 વર્ષનો અનુભવ છે. જેમાં 14 વર્ષ સુધી ગુજરાતી અને હિન્દી ઈલેક્ટ્રોનિક્સ મીડિયામાં રિપોર્ટિંગ અને બ્યૂરો ચીફ તરીકેની કામગીરી કરેલી છે. ગુજરાતના રાજકારણ અને સમાજ કારણને ખૂબ જ નજીકથી કવર કર્યું છે. જ્યારે 11 વર્ષનો ડિજિટલ મીડિયાનો અનુભવ ધરાવે છે. પોલિટિકલ, ક્રાઇમ,… More »

સંબંધિત લેખો

Back to top button