દિલ્હી વિસ્ફોટ કેસમાં બે નવા ખુલાસા, બ્લાસ્ટ સ્થળે ત્રણ કારતૂસ મળી આવ્યા

નવી દિલ્હી : દિલ્હી વિસ્ફોટ કેસની તપાસ બે નવા ખુલાસા પ્રકાશમાં આવ્યા છે. જેમાં દિલ્હીના લાલ કિલ્લા પાસેથી બ્લાસ્ટના સ્થળેથી પોલીસને 9એમએમ કેલીબરના ત્રણ કારતૂસ મળી આવ્યા છે. જેમાં એક ખાલી છે જયારે બે જીવતા કારતૂસ છે. જયારે બીજી ઘટનામાં પોલીસને સીસીટીવી કેમેરાની તપાસમાં i20 કાર 30 ઓકટોબરના રોજ અલ ફલાહ યુનીવર્સીટીના હોવાનું માલુમ પડ્યું છે.
9mm પિસ્તોલ રાખવાની મંજૂરી સામાન્ય લોકોને નથી હોતી
આ ઉપરાંત પોલીસના જણાવ્યા અનુસાર 9mm પિસ્તોલ રાખવાની મંજૂરી સામાન્ય લોકોને નથી હોતી. આ કારતૂસ સામાન્ય રીતે ફક્ત સશસ્ત્ર દળો અથવા પોલીસ દ્વારા જ ઉપયોગમાં લેવાય છે. સૂત્રોના જણાવ્યા અનુસાર સૌથી મહત્વની વાત એ છે કે પોલીસને ઘટનાસ્થળે કોઈ પિસ્તોલ કે તેનો કોઈ ભાગ મળ્યો નથી.
આનો અર્થ એ છે કે કારતૂસ મળી આવ્યા હતા, પરંતુ તેમને ફાયર કરવા માટે વપરાયેલ હથિયાર હજુ સુધી મળ્યું નથી. પોલીસ સૂત્રો મુજબ જ્યારે તેઓએ ઘટનાસ્થળે હાજર તેમના સ્ટાફના કારતૂસની તપાસ કરી ત્યારે તેમનામાંથી કોઈ કારતૂસ ગુમ થયા ન હતા. પોલીસ હવે શોધવાનો પ્રયાસ કરી રહી છે કે આ કારતૂસ ત્યાં કેવી રીતે આવ્યા અને વિસ્ફોટ પછી તે i20 કારમાંથી પડી ગયા છે કેમ
અલ ફલાહ યુનિવર્સિટી સંબંધિત ખુલાસાઓ પણ થયા
આ ઉપરાંત લાલ કિલ્લાની બહાર થયેલા વિસ્ફોટમાં વપરાયેલી કાર 30 ઓક્ટોબર સુધી અલ ફલાહ યુનિવર્સિટીની અંદર હતી તેવો બીજો ખુલાસો થયો છે. તપાસ એજન્સીઓ દ્વારા યુનિવર્સિટીમાંથી કબજે કરાયેલા સીસીટીવી દ્વારા આ ખુલાસો થયો છે. 29 ઓક્ટોબરના રોજ i20 કાર મુખ્ય દરવાજા દ્વારા યુનિવર્સિટીમાં પ્રવેશતી જોવા મળી હતી. 30 ઓક્ટોબરના રોજ બપોરે 2.41 વાગ્યે ઉમરની i20 કાર યુનિવર્સિટીમાંથી બહાર નીકળતી જોવા મળી.
દિલ્હી વિસ્ફોટમાં 13 લોકો માર્યા ગયા
ઉલ્લેખનીય છે કે 10 નવેમ્બરના રોજ દિલ્હીના લાલ કિલ્લા પાસે એક બોમ્બ વિસ્ફોટ થયો હતો. આ વિસ્ફોટમાં 13 લોકો માર્યા ગયા હતા. જેના પગલે એનઆઈએ સતત વિવિધ સ્થળોએ તપાસ કરી રહી છે. આ સંદર્ભમાં એજન્સીએ હાલમાં મુર્શિદાબાદના રહેવાસી મોઈનુલ હસનના ઘરે દરોડા પાડ્યા હતા, જેના દિલ્હી અને મુંબઈમાં શંકાસ્પદ જોડાણોની તપાસ ચાલી રહી છે. એનઆઈએએ હજુ સુધી નિસાર સામેના આરોપો અથવા તેની પાસે રહેલા પુરાવા અંગે કોઈ સત્તાવાર નિવેદન જાહેર કર્યું નથી.
આ પણ વાંચો…જમ્મુ કાશ્મીરના રાજૌરીમાંથી વિસ્ફોટક ડિવાઈસ મળી આવ્યું, સુરક્ષિત રીતે નષ્ટ કરાયું



