દિલ્હી વિસ્ફોટ કેસમાં ખુલાસો, પાકિસ્તાન ભારત મોકલવા માંગતું હતું લોંગ રેન્જ ડ્રોનનો જથ્થો

દિલ્હી વિસ્ફોટ કેસમાં સુરક્ષા એજન્સીઓ દ્વારા સતત તપાસ કરવામાં આવી રહી છે. જેમાં તપાસ એજન્સીઓને ફરીદાબાદ આતંકી મોડ્યુલ કેસમાં મોટો ખુલાસો થયો છે. તપાસ એજન્સીઓ દ્વારા દાનિશની તપાસ કરવામાં આવી રહી છે. જેમાં દાનિશે ખુલાસો કર્યો છે કે પાકિસ્તાની હેન્ડલર લોંગ રેન્જ ડ્રોનનો જથ્થો ભારત પહોંચાડવા માંગતા હતું.
આતંકવાદી કાવતરું નિષ્ફળ બનાવવામાં આવ્યું
આ અંગે દાનિશની પૂછપરછમાં એ પણ ખુલાસો થયો કે પાકિસ્તાની હેન્ડલર્સ કંપની દ્વારા બીજા દેશમાંથી ડ્રોનના ભાગો મોકલવાની યોજના બનાવી રહ્યા હતા. આ ભાગો ભારતીય કંપની દ્વારા મેળવવાના હતા. માહિતી અનુસાર ભારતમાં શિપમેન્ટ માટે તૈયાર કરવામાં આવી રહેલા ડ્રોનની રેન્જ લાંબા અંતર હતી અને તે વધુ વજન વહન કરવામાં સક્ષમ છે. આ ડ્રોનનો ઉપયોગ કરીને તૈયાર કરવામાં આવેલા વિસ્ફોટકોનો હેતુ ભારતમાં અત્યાર સુધીનો સૌથી મોટો હુમલો કરવાનો હતો. જો કે પૂર્વે જ આતંકવાદી કાવતરું નિષ્ફળ બનાવવામાં આવ્યું હતું.
આતંકી મોડ્યુલનો પર્દાફાશ થયો
ઉલ્લેખનીય છે કે, શ્રીનગર પોલીસે ઓક્ટોબર માસમાં નોગામમાં દિવાલો પર લગાવેલા પોસ્ટરોની તપાસ શરૂ કરી ત્યારે સમગ્ર મોડ્યુલનો પર્દાફાશ થયો હતો. જેની શ્રીનગર પોલીસે તપાસ શરુ કરી હતી અને સીસીટીવી ફૂટેજની મદદથી ત્રણ શંકાસ્પદો આરીફ નિસાર ડાર ઉર્ફે સાહિલ, યાસિર ઉલ અશરફ અને મક્સૂદ અહેમદ ડાર ઉર્ફે શાહિદની ધરપકડ કરી હતી.
2,900 કિલોગ્રામ વિસ્ફોટકો જપ્ત કરવામાં આવ્યા
આ શંકાસ્પદોની પૂછપરછ બાદ મૌલવી ઇરફાન અહેમદ જે હાલમાં ઇમામ બન્યો હતો તેની ધરપકડ કરવામાં આવી હતી. તેના પર પોસ્ટર પૂરા પાડવા અને ડોકટરોને પ્રભાવિત કરવાનો પણ આરોપ છે. ત્યારબાદ પોલીસે ફરીદાબાદમાં અલ ફલાહ યુનિવર્સિટીની તપાસ કરી જ્યાં ડો. મુઝફ્ફર ગનાઈ અને ડો. શાહીન સઈદની ધરપકડ કરવામાં આવી અને 2,900 કિલોગ્રામ વિસ્ફોટકો જપ્ત કરવામાં આવ્યા. એજન્સીનું માનવું છે કે ત્રણ ડોકટરોનું મુખ્ય જૂથ ગનાઈ, ઉમર નબી અને ફરાર મુઝફ્ફર રાઠેર આ મોડ્યુલ પાછળ હતા.
આપણ વાંચો: સંસદના શિયાળુ સત્રમાં ચંદીગઢ અંગે કોઈ બિલ નહીં: વિરોધ બાદ ગૃહ વિભાગે કરી સ્પષ્ટતા…



