નેશનલ

દિલ્હી વિસ્ફોટ કેસમાં તપાસ તેજ, જમ્મુ કાશ્મીરમાં આતંકીઓના નિવાસ સહિત અનેક સ્થળો પર દરોડા

શ્રીનગર : દિલ્હી વિસ્ફોટ કેસમાં એનઆઈએ દ્વારા તપાસ તેજ કરવામાં આવી છે. જેમાં આ કેસની ખૂટતી કડીઓ મેળવવા માટે એનઆઈએ જમ્મુ કાશ્મીરમાં તપાસ તેજ કરી છે.

એનઆઈએ દ્વારા પુલવામામાં ડૉ. ઉમર, ડૉ. મુઝમ્મિલ, ડૉ. અદીલ, મોલવી, ઇરફાન અને અમીરના ઘરો પર દરોડા પાડ્યા હતા. સોમવારે સવારે એનઆઈએ જમ્મુ અને કાશ્મીર પોલીસ અને સીઆરપીએફની ટીમ સાથે મળીને દક્ષિણ કાશ્મીરના વિવિધ વિસ્તારોમાં દરોડા પાડ્યા હતા.

આપણ વાચો: દિલ્હી વિસ્ફોટ કેસમાં નવો ખુલાસો, શાહીનના ફ્લેટમાંથી મળ્યા 18.50 લાખ રૂપિયા અને દાગીના

ડો. ઉમરની ભાભીની પણ પૂછતાછ કરવામાં આવી

એનઆઈએ દ્વારા રેડ આ વિસ્ફોટના જરૂરી પુરાવા એકત્ર કરવા માટે અને વ્હાઈટ કોલર ટેરર મોડ્યુલને નાબુદ કરવા માટે કરવામાં આવી રહી છે. જેમાં ડોકટર મુઝમ્મિલના ઘરે છ કલાક સુધી તપાસ કરવામાં આવી હતી.

તેમજ એનઆઈએની ટીમે વિસ્ફોટના આરોપી ડો. ઉમરના નિવાસે પણ તપાસ કરી હતી. ઉમરનો પરિવાર પાડોશી ઘરે રહે છે. ઉમરના ઘરને બોમ્બ બ્લાસ્ટમાં ઉડાવી દેવામાં આવ્યું હતું. જોકે, તેની માતા અને ઉમરના ડીએનએ મેચ થયા હતા. ડો. ઉમરની ભાભીની પણ પૂછતાછ કરવામાં આવી હતી.

આપણ વાચો: દિલ્હી વિસ્ફોટ કેસમાં ખુલાસો, આરોપી ઉમર નૂહથી વિસ્ફોટક લઈ આ રીતે દિલ્હી પહોંચ્યો…

જમ્મુ કાશ્મીરમાં એનઆઈએની પ્રથમ મોટી કાર્યવાહી

આ ઉપરાંત મૌલવી ઈરફાનના નિવાસે અને આમિરના નિવાસ સ્થાને પણ દરોડા પાડીને તપાસ હાથ ધરવામાં આવી હતી. આ ઉપરાંત દિલ્હી વિસ્ફોટના વપરાયેલી કાર i20 આમીરના નામે રજીસ્ટર હતી. આ ઉપરાંત એનઆઈએ અનેક સ્થળોએ દરોડા પાડીને પુરાવા એકત્ર કર્યા છે. જયારે જમ્મુ કાશ્મીરમાં એનઆઈએની પ્રથમ મોટી કાર્યવાહી છે.

Chandrakant Kanoja

ગુજરાતી ન્યૂઝ ચેનલ તેમજ ડિજિટલ મીડિયા મળીને કુલ 25 વર્ષનો અનુભવ છે. જેમાં 14 વર્ષ સુધી ગુજરાતી અને હિન્દી ઈલેક્ટ્રોનિક્સ મીડિયામાં રિપોર્ટિંગ અને બ્યૂરો ચીફ તરીકેની કામગીરી કરેલી છે. ગુજરાતના રાજકારણ અને સમાજ કારણને ખૂબ જ નજીકથી કવર કર્યું છે. જ્યારે 11 વર્ષનો ડિજિટલ મીડિયાનો અનુભવ ધરાવે છે. પોલિટિકલ, ક્રાઇમ,… More »

સંબંધિત લેખો

Back to top button