નેશનલ

દિલ્હી બ્લાસ્ટ કેસની તપાસ તેજ , પઠાણકોટથી ડો. ઉમરના સંપર્કમાં રહેલા ડોકટર રઈસની ધરપકડ

નવી દિલ્હી : દિલ્હી વિસ્ફોટ કેસમાં રોજ નવા ખુલાસા પ્રકાશમાં આવી રહ્યા છે. જેમાં હવે ઘટના તાર પંજાબના પઠાણકોટ સાથે જોડાયા હોવાની માહિતી સાંપડી છે. જે અંતર્ગત પઠાણકોટના મામૂન કેન્ટમાંથી એક ડોક્ટરની ધરપકડ કરવામાં આવી છે. આ ડોક્ટરની ઓળખ ડૉ. રઈસ અહેમદ ભટ્ટ તરીકે થઈ છે.

45 વર્ષીય ડૉ. ભટ્ટ છેલ્લા ત્રણ વર્ષથી વ્હાઇટ મેડિકલ કોલેજ, પીએસ મામૂન કેન્ટમાં સર્જન તરીકે કાર્યરત હતા. હોસ્પિટલના મેનેજર સ્વરણ સલારિયાએ જણાવ્યું હતું કે ડૉ. ભટ્ટને ગઈકાલે મોડી રાત્રે એક અજાણી એજન્સી દ્વારા ધરપકડ કરવામાં આવી હતી.

દિલ્હી વિસ્ફોટના મુખ્ય આરોપી ડૉ. ઉમરના સંપર્કમાં

આ અંગે મળતી માહિતી મુજબ આરોપી ભટ્ટ દિલ્હી વિસ્ફોટના મુખ્ય આરોપી ડૉ. ઉમરના સંપર્કમાં હતો. તેથી પૂછપરછ માટે ડૉક્ટરની ધરપકડ કરવામાં આવી છે. જોકે, ડૉક્ટરની ધરપકડ કરનાર એજન્સી હાલમાં સ્પષ્ટ નથી. ધરપકડ કરાયેલ ડૉક્ટર જમ્મુ કાશ્મીરના અનંતનાગના બોના ડાયલગામનો રહેવાસી છે.ડૉ. રઈસ ચાર વર્ષથી ફરીદાબાદની અલ ફલાહ યુનિવર્સિટીમાં કામ કર્યું છે. જયારે ડૉક્ટર અલ ફલાહ યુનિવર્સિટીના સ્ટાફ સાથે ટેલિફોન સંપર્કમાં હતા.

આતંકવાદી મોડ્યુલની તપાસ તેજ કરાઈ

અલ-ફલાહ યુનિવર્સિટીમાં ખુલેલા આતંકવાદી મોડ્યુલમાં તપાસ એજન્સી ફક્ત વર્તમાન ડોકટરો અને સ્ટાફ જ નહીં પરંતુ ભૂતપૂર્વ સ્ટાફ સભ્યોની પણ તપાસ કરી રહી છે. શુક્રવારે તપાસ ટીમે યુનિવર્સિટી કેમ્પસની મુલાકાત લીધી હતી જેથી ત્યાં અગાઉ કામ કરતા ડોકટરો અને સ્ટાફની ઓળખ કરી શકાય.

ટીમે તેઓ કેટલા સમય માટે ગયા હતા તે વિશે પૂછપરછ કરી. તેઓએ તેમના જવાના કારણો અને તેમના સ્થાન વિશે પણ પૂછપરછ કરી. તેમના નામ, નંબર, રહેઠાણ અને યુનિવર્સિટી કેમ્પસમાં રાખવામાં આવેલા હોદ્દા સહિત વિગતો એકત્રિત કરવામાં આવી હતી.

આ પણ વાંચો…દિલ્હી બ્લાસ્ટ કેસમાં મોટી સફળતા: માસ્ટરમાઈન્ડ ડૉ. ઉમરની ‘લાલ કાર’ મળી, સંબંધી ફહીમની ધરપકડ!

Chandrakant Kanoja

ગુજરાતી ન્યૂઝ ચેનલ તેમજ ડિજિટલ મીડિયા મળીને કુલ 25 વર્ષનો અનુભવ છે. જેમાં 14 વર્ષ સુધી ગુજરાતી અને હિન્દી ઈલેક્ટ્રોનિક્સ મીડિયામાં રિપોર્ટિંગ અને બ્યૂરો ચીફ તરીકેની કામગીરી કરેલી છે. ગુજરાતના રાજકારણ અને સમાજ કારણને ખૂબ જ નજીકથી કવર કર્યું છે. જ્યારે 11 વર્ષનો ડિજિટલ મીડિયાનો અનુભવ ધરાવે છે. પોલિટિકલ, ક્રાઇમ,… More »

સંબંધિત લેખો

Back to top button