નેશનલ

દિલ્હી બ્લાસ્ટ કેસમાં મોટો ખુલાસો, આ તારીખે બ્લાસ્ટ કરવાનું હતું ડો. ઉમરનું ષડયંત્ર

નવી દિલ્હી : દિલ્હીના લાલ કિલ્લા પાસે થયેલા વિસ્ફોટની તપાસમાં એક મહત્વપૂર્ણ ખુલાસો પ્રકાશમાં આવ્યો છે. જેમાં આ વિસ્ફોટક ભરેલી કાર ચલાવનાર ડો. ઉમર નબી ખરેખર 6 ડિસેમ્બર બાબરી મસ્જિદ ધ્વંસના દિવસે મોટા વિસ્ફોટનું કાવતરું ઘડી રહ્યો હતો. જોકે, તેના સાગરિતની ધરપકડ બાદ તે ગભરાઈ ગયો અને ગાડી ચલાવવાનું ચાલુ રાખ્યું હતું. તેમજ વિસ્ફોટ અચાનક થયો હોવાનું અનુમાન છે.

પોલીસે ધરપકડ કરેલા સાત કાશ્મીરના

પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે દક્ષિણ કાશ્મીરના પુલવામાના રહેવાસી 28 વર્ષીય ડો. ઉમર નબી જેઈએમ સાથે સંકળાયેલો હતો. આ નેટવર્ક જમ્મુ અને કાશ્મીર, હરિયાણા અને ઉત્તર પ્રદેશમાં ફેલાયેલું છે. આ કેસમાં અત્યાર સુધીમાં આઠ લોકોની ધરપકડ કરવામાં આવી છે. જેમાંથી સાત કાશ્મીરના છે.

આ પણ વાંચો : કેન્દ્ર સરકારે દિલ્હી બ્લાસ્ટને ‘આતંકી ઘટના’ માનીઃ દોષીઓને આકરી સજા થશે

ડો. ઉમર નબીએ વિસ્ફોટ પહેલા વિવિધ સ્થળોની રેકી કરી

ડો. ઉમર નબીએ વિસ્ફોટ પહેલા વિવિધ સ્થળોની રેકી કરી હતી. આ હુમલાની તૈયારીઓ ખૂબ અગાઉથી શરૂ થઈ ગઈ હતી. જયારે ડો. ઉમર 26 ઓક્ટોબરે કાશ્મીર ગયો હતો. તેમજ મિત્રો અને સંબંધીઓ સાથે થોડા દિવસો ત્યાં રહ્યો હતો. તેણે તેના નજીકના સાથીઓને જાણ કરી હતી કે તે આગામી ત્રણ મહિના સુધી નહી મળી શકે

ત્રણ કલાક સુધી એક મસ્જિદમાં છુપાઈ રહ્યો

જેની બાદ ઉમર ફરીદાબાદ પરત ફર્યો અને અલ-ફલાહ યુનિવર્સિટી કેમ્પસમાં એમોનિયમ નાઈટ્રેટ, પોટેશિયમ નાઈટ્રેટ અને સલ્ફર જેવી સામગ્રી એકઠી કરીને છુપાવી દીધી. 10 નવેમ્બરની સાંજે તે જૂની દિલ્હીના કોટ વિસ્તારમાં ત્રણ કલાક સુધી એક મસ્જિદમાં છુપાઈ રહ્યો હતો. એવું માનવામાં આવે છે કે મસ્જિદ છોડ્યા પછી, તેણે તેની હ્યુન્ડાઈ i20 ચલાવી અને તેના થોડા સમય બાદ લાલ કિલ્લા પાસે વિસ્ફોટ કર્યો હતો.

આ પણ વાંચો : દિલ્હી બ્લાસ્ટ: આતંકી ઉમરના સહયોગીઓની ઓળખ સાથે કાર પણ મળી, વિસ્તાર ખાલી કરાયો

ઉમર અને ગનઈ 2021 માં તુર્કીયે ગયા હતા

પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર, ઉમર અને ગનઈ 2021 માં તુર્કીયે ગયા હતા. જ્યાં તેમને જૈશના કેટલાક ઓવરગ્રાઉન્ડ કાર્યકરોને મળ્યા હતા. તેમજ પરત ફર્યા બાદ ફરીદાબાદમાં અલ-ફલાહ યુનિવર્સિટી કેમ્પસમાં એમોનિયમ નાઈટ્રેટ, પોટેશિયમ નાઈટ્રેટ અને સલ્ફર જેવા વિસ્ફોટકો એકઠા કરવાનું શરૂ કર્યું. આ બંને ઓનલાઈન વિસ્ફોટક ડિવાઇસ બનાવવાનું શીખી રહ્યા હતા.

આ પણ વાંચો : દિલ્હી બ્લાસ્ટ અપડેટઃ 300 કિલો એમોનિયમ નાઈટ્રેટ ક્યાં? જાણો કયા રસ્તેથી ભારતમાં આવ્યું

ગનઈની ધરપકડથી સમગ્ર નેટવર્કનો પર્દાફાશ થયો

સુરક્ષા એજન્સીઓને મળેલી માહિતી અનુસાર, ઉમરે તેના સંબંધીઓને કહ્યું હતું કે તે ત્રણ મહિના સુધી સંપર્કમાં રહેશે નહીં. વિસ્ફોટ પછી તે ભૂગર્ભમાં જવાની યોજના બનાવી રહ્યો હતો. જોકે, શ્રીનગર પોલીસની સતર્કતા અને ગનઈની ધરપકડથી સમગ્ર નેટવર્કનો પર્દાફાશ થયો. આ મોડ્યુલને અત્યાર સુધીના સૌથી હાઇ-ટેક આતંકવાદી નેટવર્કમાંનું એક માનવામાં આવે છે. જેમાં ઉચ્ચ શિક્ષિત યુવાનોની સંડોવણી છે.

Chandrakant Kanoja

ગુજરાતી ન્યૂઝ ચેનલ તેમજ ડિજિટલ મીડિયા મળીને કુલ 25 વર્ષનો અનુભવ છે. જેમાં 14 વર્ષ સુધી ગુજરાતી અને હિન્દી ઈલેક્ટ્રોનિક્સ મીડિયામાં રિપોર્ટિંગ અને બ્યૂરો ચીફ તરીકેની કામગીરી કરેલી છે. ગુજરાતના રાજકારણ અને સમાજ કારણને ખૂબ જ નજીકથી કવર કર્યું છે. જ્યારે 11 વર્ષનો ડિજિટલ મીડિયાનો અનુભવ ધરાવે છે. પોલિટિકલ, ક્રાઇમ,… More »

સંબંધિત લેખો

Back to top button