નેશનલ

દિલ્હી બ્લાસ્ટના મુખ્ય આરોપી અંગે મોટો ખુલાસો થયો, પ્રકાશમાં આવ્યું આ નામ

નવી દિલ્હી : દિલ્હી બ્લાસ્ટના મુખ્ય આરોપીની ઓળખ કરવામાં તપાસ એજન્સીઓ ખુબ જ નજીક છે. જેમાં બ્લાસ્ટ બાદ એક નામ પ્રકાશમાં આવ્યું હતું તે નામ ડો. ઉમરનું છે.

જે જમ્મુ કાશ્મીરનો રહેવાસી છે. તેમજ માનવામાં આવે છે કે આ કાર તે જ ચલાવતો હતો. હાલ સુરક્ષા એજન્સીઓ જમ્મુ કાશ્મીરના પુલવામા તેના પરિવાર સાથે છે. તેમજ તેની માતાના ડીએનએ સાથે બ્લાસ્ટમાં મળેલા શરીરના અંગોને મેળવવાનો પ્રયાસ કરી રહી છે. જેના પરથી પૃષ્ટિ કરી શકાય કે આ કાર બ્લાસ્ટ સમયે ડો. ઉમર જ કાર ચલાવતો હતો.

આપણ વાચો: દિલ્હી બ્લાસ્ટ: કારના માલિકને બદલે ગુરુગ્રામના દિનેશને કરી ધરપકડ, જાણો સમગ્ર મામલો

નિવૃત્ત પ્રોફેસર ડૉ. ગુલામ જીલાની રમશૂએ તેને તરત જ ઓળખી લીધો

આ અંગે દિલ્હી પોલીસના જણાવ્યા અનુસાર બ્લાસ્ટમાં ડો. ઉમરના પણ અંગો ફંગોળાયા હતા. તેમજ ટીવી ચેનલો પર જોવા મળતા ડો ઉમરના ફોટાએ તેને ઓળખતા લોકોને ચોંકાવી દીધા હતા.

તે ડોક્ટર હતો અને કાશ્મીરની શ્રીનગર સ્થિત સરકારી મેડિકલ કોલેજમાંથી એમબીબીએસ અને એમડી પૂર્ણ કર્યું હતું. પરંતુ અનંતનાગ મેડિકલ કોલેજના નિવૃત્ત પ્રોફેસર ડૉ. ગુલામ જીલાની રમશૂએ તેને તરત જ ઓળખી લીધો હતો.

આપણ વાચો: અલ-ફલાહ યુનિવર્સિટીમાં શરુ કરાઈ દિલ્હી બ્લાસ્ટની તપાસ, જાણો કોણ ચલાવે છે આ યુનિવર્સીટી ?

દર્દીઓની પણ વર્તનને લઈને અનેક ફરિયાદો મળી

ડૉ. ગુલામ જીલાની રમશૂએ કમિટીમાં સામેલમાં હતા જેમાં ડો. ઉમરના લીધે એક દર્દીના મોત થયું હતું. તેની બાદ તેને હોસ્પિટલમાંથી દુર કરવામાં આવ્યા હતા.

તેની વિરુદ્ધ સ્ટાફ સહિત દર્દીઓની પણ વર્તનને લઈને અનેક ફરિયાદો મળી હતી. દિલ્હી વિસ્ફોટમાં મુખ્ય આરોપી જાહેર થયા બાદ જ્યારે મીડિયા પુલવામાના કોઇલ ગામમાં ઉમરના ઘરે પહોંચ્યું હતું. ત્યારે તેની ભાભી મુજામિલે જણાવ્યું કે ઉમર બાળકોને ખૂબ પ્રેમ કરતો હતો અને તે ઘરમાં જ રહેતો અને ફક્ત અભ્યાસ પર ધ્યાન કેન્દ્રિત કરતો હતો.

ડો. ઉમર વર્ષ 2023 માં ફરીદાબાદની અલ-ફલાહ મેડિકલ પ્રાઇવેટ યુનિવર્સિટીમાં જોડાયો

તેમજ મળતી માહિતી મુજબ અનંતનાગ હોસ્પિટલમાંથી કાઢી મૂકવામાં આવ્યા બાદ ડો. ઉમર વર્ષ 2023 માં ફરીદાબાદની અલ-ફલાહ મેડિકલ પ્રાઇવેટ યુનિવર્સિટીમાં જોડાયો હતો.

Chandrakant Kanoja

ગુજરાતી ન્યૂઝ ચેનલ તેમજ ડિજિટલ મીડિયા મળીને કુલ 25 વર્ષનો અનુભવ છે. જેમાં 14 વર્ષ સુધી ગુજરાતી અને હિન્દી ઈલેક્ટ્રોનિક્સ મીડિયામાં રિપોર્ટિંગ અને બ્યૂરો ચીફ તરીકેની કામગીરી કરેલી છે. ગુજરાતના રાજકારણ અને સમાજ કારણને ખૂબ જ નજીકથી કવર કર્યું છે. જ્યારે 11 વર્ષનો ડિજિટલ મીડિયાનો અનુભવ ધરાવે છે. પોલિટિકલ, ક્રાઇમ,… More »

સંબંધિત લેખો

Back to top button