
નવી દિલ્હી: દિલ્હી બ્લાસ્ટની તપાસના પોલીસ અને સુરક્ષા એજન્સીઓ જોતરાઈ છે. તેમજ આ બ્લાસ્ટના તમામ કનેક્શનને શોધવાના પ્રયાસ કરી રહ્યા છે. જેમાં દિલ્હીના તમામ પોલીસ સ્ટેશનો, પોલીસ ચોકીઓ અને બોર્ડર આઉટપોસ્ટને લાલ ફોર્ડ ઇકોસ્પોર્ટ કાર શોધવા માટે એલર્ટ કરવામાં આવ્યા છે. આ તપાસમાં જાણવા મળ્યું છે કે શંકાસ્પદો પાસે બીજી કાર પણ હતી.
શંકાસ્પદો પાસે I20 ઉપરાંત એક લાલ રંગની કાર હતી
જેમાં પોલીસને આશંકા છે કે શંકાસ્પદો બે કારમાં આવ્યા હતા. આ કાર પણ તેમની હોવાની માનવામાં આવે છે. આ કાર ફોર્ડ કંપનીની ઇકો સ્પોર્ટ્સ મોડલ છે. તેમજ દિલ્હી પોલીસની પાંચ ટીમો આ શંકાસ્પદ કારની તપાસ કરી રહી છે. તેમજ યુપી અને હરિયાણા પોલીસને પણ આ લાલ કાર મુદ્દે એલર્ટ મોક્લવામાં આવ્યું છે. પોલીસએ એ અંગે માહિતી મળી હતી કે શંકાસ્પદો પાસે I20 ઉપરાંત એક લાલ રંગની કાર હતી.
એટીએસ અને જમ્મુ પોલીસે પિતાનો ફોન તપાસ્યો
આ ઉપરાંત પોલીસે ડો. શાહીનના ભાઈ ડો. પરવેઝના ઘરેથી અનેક મહત્વપૂર્ણ દસ્તાવેજો અને ગેઝેટ્સ જપ્ત કર્યા છે. આ ઉપરાંત યુપી એટીએસ અને જમ્મુ પોલીસે ડો. પરવેઝ અને ડો. શાહીનના પિતાના ઘરની મુલાકાત લીધી. પોલીસને પિતાના ઘરે કંઈ મળ્યું નહીં. એટીએસ અને જમ્મુ પોલીસે પિતાનો ફોન તપાસ્યો અને તેને પરત કર્યો હતો. પરંતુ તપાસ ટીમને ડો. પરવેઝના બંધ ઘરમાંથી અનેક મહત્વપૂર્ણ સંકેતો મળ્યા હતા. જયારે ટીમે ત્યાં લગભગ પાંચ કલાક વિતાવ્યા ઘણા દસ્તાવેજો અને ગેઝેટ્સ પોતાની સાથે લીધા હતા.
ત્રણે લોકો ઓનલાઈન સંપર્કમાં હતા
ડો. પરવેઝના ઘરેથી એક કીપેડ મોબાઇલ ફોન પણ મળી આવ્યો. ડો. પરવેઝના ઘરેથી મળેલા લેપટોપથી પોલીસને ખબર પડી કે ડો. પરવેઝ, ડો. શાહીન અને ડો. મુઝમ્મિલ ઓનલાઈન સંપર્કમાં હતા. ડો. મુઝમ્મિલે ડો. શાહીન સાથે મળીને ડો. પરવેઝને કટ્ટરપંથી બનાવ્યા હતા. તેઓ છેલ્લા બે થી ત્રણ વર્ષથી આતંકવાદી હુમલાઓનું આયોજન કરી રહ્યા હતા અને અમુક સ્થળોની જાસૂસી પણ કરી હતી. ડો. પરવેઝના ઘરની બહારથી મળી આવેલી કાર સહારનપુરથી ખરીદવામાં આવી હતી.
આ પણ વાંચો…દિલ્હી કાર બ્લાસ્ટ ષડયંત્ર: ઝડપાયેલા ડૉક્ટર્સ જૈશ-એ-મોહમ્મદ માટે કામ કરતા હોવાનો ખુલાસો



