નેશનલ

દિલ્હીમાં મોટા રેકેટનો પર્દાફાશ, 262 કરોડના ડ્રગ્સ સાથે બે લોકોની ધરપકડ

નવી દિલ્હી : દિલ્હી- એનસીઆરમાં ચાલી રહેલા ડ્રગ્સ રેકેટનો નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોએ પર્દાફાશ કર્યો છે. જેમાં એજન્સીએ 328.54 કિલો મેથામ્ફેટામાઇન જપ્ત કર્યું છે. આંતરરાષ્ટ્રીય બજારમાં આ ડ્રગ્સની કિંમત રૂપિયા 262 કરોડ હોવાનો અંદાજ છે. આ કેસમાં અત્યાર સુધીમાં બે લોકોની ધરપકડ કરવામાં આવી છે. આ લોકો નકલી સિમ કાર્ડ અને સિક્રેટ એપથી સમગ્ર નેટવર્ક ચલાવતા હતા.

આ કેસમાં એક મહિલાની પણ ધરપકડ

આ કેસમાં એનસીબીએ નોઈડાથી 25 વર્ષીય શેન વારિસની ધરપકડ કરી હતી.જેણે પૂછપરછ દરમિયાન અનેક મહત્વપૂર્ણ ખુલાસા કર્યા હતા.
આ કેસમાં એક મહિલાની પણ ધરપકડ કરવામાં આવી છે.એનસીબીએ જણાવ્યું કે આ કેસ હજુ તેના પ્રારંભિક તબક્કામાં છે. એજન્સીઓ ડ્રગ સપ્લાય ચેઇન, નાણાકીય વ્યવહારો, વિદેશી જોડાણો અને અન્ય પાસાની તપાસ કરી રહી છે. તેમજ આ કેસમાં આગામી દિવસોમાં વધુ ધરપકડ થઈ શકે છે. એનસીબી દ્વારા ધરપકડ કરાયેલા બે લોકોમાં નાગાલેન્ડની રહેવાસી એસ્થર કિનિમીનો સમાવેશ થાય છે. જેના એપાર્ટમેન્ટમાંથી ડ્રગ્સ મળી આવ્યું હતું.

આ પણ વાંચો : દિલ્હી પોલીસે પાંચ કરોડનું ડ્રગ્સ કર્યું જપ્તઃ 2 માસ્ટરમાઈન્ડ પકડાયાં

કંપની માટે સેલ્સ મેનેજર હોવાનો દાવો કર્યો

જયારે ધરપકડ કરાયેલા શેન વારિસ ઉત્તર પ્રદેશના અમરોહાના માંગરોલી ગામનો રહેવાસી છે. તે નોઈડાના હરોલાના સેક્ટર 5માં એક ફ્લેટમાં રહેતો હતો અને એક કંપની માટે સેલ્સ મેનેજર હોવાનો દાવો કર્યો હતો. એનસીબીની તપાસમાં શેન વારિસનું નામ બહાર આવ્યા બાદ 20 નવેમ્બરના રોજ તેની ધરપકડ કરી હતી.

આ પણ વાંચો : શું ગુજરાતનો દરિયાઈ માર્ગ ડ્રગ્સ દાણચોરો માટે મોકળું મેદાન છે? જાણો વિગત

સમગ્ર નેટવર્ક વિદેશથી ઓપરેટ કરવામાં આવે છે

એનસીબીની પૂછતાછમાં ખુલાસો થયો છે કે, આ સમગ્ર ડ્રગ્સ નેટવર્ક નકલી સિમ કાર્ડ અને એન્ક્રિપ્ટેડ એપ્સનો ઉપયોગ કરીને ચલાવતું હતું.
જેના નકલી સિમ કાર્ડ અને વોટ્સએપ અને ઝેંગી જેવી એન્ક્રિપ્ટેડ એપ્સનો ઉપયોગ કરવામાં આવતો હતો. તપાસમાં જાણવા મળ્યું છે કે શેને સમગ્ર નેટવર્કમાં મુખ્ય ભૂમિકા ભજવી હતી અને તેનો બોસ વિદેશથી આ નેટવર્ક ઓપરેટ કરે છે. જે ભારતમાં લોકોને એપ્સ અને કોડવર્ડ દ્વારા સૂચનાઓ મોકલતો હતો.

આ પણ વાંચો : NCBએ તમિલનાડુના DMK નેતા અને ફિલ્મ પ્રોડ્યુસરની ડ્રગ્સ રેકેટ કેસમાં ધરપકડ

ડ્રગ્સની હેરાફેરી રોકવા તમામ પ્ર્યાસો : અમિત શાહ

જયારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પણ આ બાબતે એક્સ પર પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે સરકાર ડ્રગ્સ નેટવર્કને ઝડપથી તોડી રહી છે. ડ્રગ્સની હેરાફેરી રોકવા તમામ પ્ર્યાસો કરવામાં આવી રહ્યા છે. જેમાં દિલ્હીમાં રૂપિયા 262 કરોડની કિંમતનો 328 કિલો મેથામ્ફેટામાઇન ડ્રગ્સ જપ્ત કરીને અને બે વ્યક્તિઓની ધરપકડ કરીને પોલીસે સફળતા મેળવી છે.

Chandrakant Kanoja

ગુજરાતી ન્યૂઝ ચેનલ તેમજ ડિજિટલ મીડિયા મળીને કુલ 25 વર્ષનો અનુભવ છે. જેમાં 14 વર્ષ સુધી ગુજરાતી અને હિન્દી ઈલેક્ટ્રોનિક્સ મીડિયામાં રિપોર્ટિંગ અને બ્યૂરો ચીફ તરીકેની કામગીરી કરેલી છે. ગુજરાતના રાજકારણ અને સમાજ કારણને ખૂબ જ નજીકથી કવર કર્યું છે. જ્યારે 11 વર્ષનો ડિજિટલ મીડિયાનો અનુભવ ધરાવે છે. પોલિટિકલ, ક્રાઇમ,… More »

સંબંધિત લેખો

Back to top button