ટોપ ન્યૂઝનેશનલ

દિલ્હી સરકારનો મોટો નિર્ણય; 15 વર્ષથી જૂના વાહનોને નહીં મળે પેટ્રોલ…

નવી દિલ્હી: દિલ્હીનાં પર્યાવરણ મંત્રી મનજિંદર સિંહ સિરસાએ શનિવારે ઘણી મોટી જાહેરાતો કરી હતી. તેમની જાહેરાત અનુસાર દિલ્હી સરકાર 31 માર્ચ બાદ શહેરના પેટ્રોલ પંપ અને CNC સ્ટેશનો પર 15 વર્ષથી વધુ જૂના વાહનોને પેટ્રોલ ભરાવા દેવામાં આવશે નહિ. રાષ્ટ્રીય રાજધાનીમાં વાયુ પ્રદૂષણને પહોંચી વળવા માટેના પગલાંની ચર્ચા કરવા માટે અધિકારીઓ સાથેની બેઠક બાદ પર્યાવરણ મંત્રી સિરસાએ જણાવ્યું હતું કે સરકાર વાહનોના ઉત્સર્જન અને પ્રદૂષણને રોકવા માટે કડક પગલાં લઈ રહી છે.

Also read : માર્ચની મોંઘેરી શરૂઆત, કોમર્શિયલ LPG સિલિન્ડરના ભાવમાં થયો વધારો

મશીનો 15 વર્ષથી જૂના વાહનોની કરશે ઓળખ
બેઠક બાદ પર્યાવરણ મંત્રી સિરસાએ જણાવ્યું હતું કે, “અમે પેટ્રોલ પંપ પર એવા મશીન લગાવી રહ્યા છીએ જે 15 વર્ષથી વધુ જૂના વાહનોની ઓળખ કરશે અને તેમને પેટ્રોલ, ડીઝલ કે CNG ભરવા દેવામાં આવશે નહીં.” તેમણે કહ્યું હતું કે દિલ્હી સરકાર આ નિર્ણય વિશે કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રાલયને જાણ કરશે. તે ઉપરાંત રાષ્ટ્રીય રાજધાનીમાં તમામ ઉંચી ઇમારતો, હોટલો અને કોમર્શિયલ બિલ્ડિંગો માટે વાયુ પ્રદૂષણનું સ્તર ઘટાડવા માટે ‘એન્ટિ-સ્મોગ ગન’ ઇન્સ્ટોલ કરવી ફરજિયાત રહેશે.

પબ્લિક ટ્રાન્સપોર્ટમાં 90 ટકા CNG બસો કરશે બંધ
વધુમાં તેમણે જણાવ્યું હતું કે સ્વચ્છ અને ટકાઉ જાહેર પરિવહન તરફ સરકારના પ્રયાસનાં ભાગરૂપે, ડિસેમ્બર 2025 સુધીમાં દિલ્હીમાં લગભગ 90 ટકા CNG જાહેર પરિવહન બસોને તબક્કાવાર બંધ કરવામાં આવશે અને ઇલેક્ટ્રિક બસોથી પરિવહનનો પ્રારંભ કરવામાં આવશે.

Also read : PM Modi એ યુરોપિયન યુનિયનના અધ્યક્ષ સાથે સુરક્ષા ભાગીદારી સહિત અનેક મુદ્દાઓ પર કરી મંત્રણા

વાયુ પ્રદૂષણનાં નિયંત્રણ માટેનાં પગલાં
આ જાહેરાતો દિલ્હી સરકારના વાયુ પ્રદૂષણને નિયંત્રિત કરવાના વ્યાપક પ્રયાસોના ભાગ રૂપે કરવામાં આવી છે. તેમણે કહ્યું કે અમે આજે નિર્ણય લીધો છે કે ક્લાઉડ સીડિંગ માટે અમને જે પણ પરવાનગીની જરૂર પડશે તે લઈશું અને અમે ખાતરી કરીશું કે જ્યારે દિલ્હીમાં ગંભીર પ્રદૂષણ હશે, ત્યારે ક્લાઉડ સીડિંગ દ્વારા વરસાદ લાવી શકાય અને પ્રદૂષણને નિયંત્રિત કરી શકાય.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button