નેશનલ

Delhi વિધાનસભાના સોમવારથી શરૂ થનારા સત્ર પૂર્વે સીએમ રેખા ગુપ્તાએ કરી આ જાહેરાત

નવી દિલ્હી : દિલ્હીમાં(Delhi)ભાજપ સરકારની રચના બાદ નવા સીએમ રેખા ગુપ્તા એક્શન મોડમાં છે. જેમાં દિલ્હી વિધાનસભાનું સોમવારથી સત્ર શરૂ થઈ રહ્યું છે. તે પૂર્વે જ કેબિનેટમાં વિધાનસભામાં આપ દ્વારા પેન્ડિંગ રાખવામાં આવેલા કેગ રિપોર્ટને વિધાનસભા રજૂ કરવાનો ઠરાવ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત રેખા ગુપ્તાએ મહિલાઓ માટે 2500 રૂપિયા આપવાની યોજનાની જાહેરાત કરી હતી. તેમણે કહ્યું હતું કે અમે મહિલાઓને માસિક રૂપિયા 2500 ભથ્થું આપીશું. તેમણે કહ્યું. અમે તબક્કાવાર બેઠકો યોજી રહ્યા છીએ આ અગાઉની સરકારે અમારા માટે છોડી દીધેલી પરિસ્થિતિ અંગે અધિકારીઓ પાસેથી સ્ટેટસ રિપોર્ટ લઈ રહ્યા છીએ.

આ પણ વાંચો: દિલ્હી વિધાનસભામાં CAG રિપોર્ટ રજૂ થશે, જૂની ફાઇલો ખુલશે.. AAP ની મુશ્કેલીઓ વધશે…

લોકોના હિતમાં હોય તેવા તમામ કામ શરૂ થશે.

દિલ્હીમાં 2025 ની વિધાનસભા ચૂંટણી પછી દિલ્હી સરકારનું પહેલું સત્ર સોમવારથી શરૂ થશે અને ત્રણ દિવસનું રહેશે. આ અંગે મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ કહ્યું કે આવતીકાલે દિલ્હી સરકારનું પહેલું સત્ર અને પહેલો દિવસ હશે, જેમાં તમામ ધારાસભ્યો શપથ લેશે. તેમણે કહ્યું કે વિધાનસભામાં પહેલા દિવસે સ્પીકર અને ડેપ્યુટી સ્પીકરની પસંદગી કરવામાં આવશે. આ સાથે જ દિલ્હીના લોકોના હિતમાં હોય તેવા તમામ કામ શરૂ થશે.

મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ જણાવ્યું હતું કે, પહેલા સત્રમાં કેગ રિપોર્ટ રજૂ કરવામાં આવશે. જેમાં દિલ્હી સરકારની નાણાકીય સ્થિતિનો હિસાબ રજૂ કરવામાં આવશે.

આતિશી દિલ્હી વિધાનસભામાં વિપક્ષના નેતા તરીકે ચૂંટાયા

દિલ્હીના ભૂતપૂર્વ મુખ્યમંત્રી આતિશીને રવિવારે દિલ્હી વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા તરીકે ચૂંટવામાં આવ્યા. આમ આદમી પાર્ટીના ધારાસભ્યોની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. જેમાં પાર્ટીના વડા અરવિંદ કેજરીવાલ અને 22 ચૂંટાયેલા ધારાસભ્યોએ હાજરી આપી હતી.

ભાજપે 70 માંથી 48 બેઠકો જીતી હતી

દિલ્હી વિધાનસભાનું પહેલું સત્ર 24 ફેબ્રુઆરીથી શરૂ થઈ રહ્યું છે, જે ત્રણ દિવસ સુધી ચાલશે. આ સત્રમાં, ભાજપ સરકાર પાછલી આમ આદમી પાર્ટી સરકારની કામગીરી સામે પેન્ડિંગ કેગ રિપોર્ટ રજૂ કરશે. દિલ્હીમાં5 ફેબ્રુઆરીએ યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં ભાજપે 70 માંથી 48 બેઠકો જીતી હતી અને દિલ્હીમાં આપને સત્તા પરથી બહાર કરી હતી. આ ચૂંટણીમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ, નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા અને પાર્ટીના ઘણા ટોચના નેતાઓ પણ હારી ગયા છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button