દિલ્હી વિધાનસભા સત્રમાં ધમાલ અને ધરણાઃ સસ્પેન્ડેડ ધારાસભ્યોને રોકતા ‘ધરણા’ કર્યા

નવી દિલ્હી: દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ સત્તામાં આવ્યા પછી પહેલી વખત વિધાનસભાનું સત્ર શરુ થયું હતું, જેમાં અગાઉ આમ આદમી પાર્ટીના વિધાનસભ્યોને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા, ત્યાર બાદ આજે વિધાનસભાના પરિસરમાં જોરદાર ધમાલ થઈ હતી.
વિપક્ષનાં નેતા આતિશી સહિત આપના સસ્પેન્ડેડ ધારાસભ્યોને આજે દિલ્હી વિધાનસભા પરિસરમાં પ્રવેશતા અટકાવવામાં આવ્યા હતા, જેના પગલે તેઓએ બહાર ધરણા કર્યા હતા. મંગળવારે ઉપરાજ્યપાલ વીકે સક્સેનાના સંબોધન દરમિયાન ગૃહની કાર્યવાહીમાં વિક્ષેપ કરવા બદલ આમ આદમી પાર્ટીના ધારાસભ્યોને વિધાનસભામાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આપએ કહ્યું કે તે મુખ્ય પ્રધાન કાર્યાલયમાંથી બીઆર આંબેડકરની તસવીરને કથિત રીતે હટાવવાનો વિરોધ કરી રહ્યું છે.
આ પણ વાંચો: દિલ્હી વિધાનસભામાં ભારે હોબાળો, AAPના તમામ MLA સસ્પેન્ડ; CAG રિપોર્ટ રજુ થશે
આજે આપનાં નેતાઓએ વિધાનસભા પરિસરના ગેટની બહાર ધરણા કર્યા હતા. ધરણાની સાથે ‘ડફલી’નાં આવજ સાથે આપ નેતાઓએ આંબેડકરના ફોટા સાથેના પ્લેકાર્ડ બતાવ્યા હતા અને શાસક પક્ષ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા — “ભાજપ સુન લે, જય ભીમ, જય ભીમ” અને “ભાજપ કી તાનશાહી નહીં ચલેગી. આતિશીએ જણાવ્યું હતું કે દિલ્હીમાં સત્તામાં આવ્યા પછી ભાજપ “તાનાશાહીની તમામ હદો પાર કરી રહ્યું છે”.