દિલ્હીમાં કાર ચાલકે કોન્સ્ટેબલને કચડી નાખ્યો, કેજરીવાલે કેન્દ્ર પર પ્રહાર કર્યા

નવી દિલ્હી: રાષ્ટ્રીય રાજધાની દિલ્હી(Delhi)માં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર સવાલ ઉઠાવતી વધુ એક ઘટના બની છે. નાંગલોઈ વિસ્તારમાં નજીવી બાબતે એક કાર ચાલકે પોલીસ કોન્સ્ટેબલને (Police Constable) કચડી નાખ્યો હતો. ગંભીર ઈજાને કારણે કોન્સ્ટેબલ મૃત્યુ પામ્યો. અહેવાલ મુજબ દિલ્હી પોલીસે કાર કબજે કરી છે, કાર ચાલક હાલ ફરાર છે.
અહેવાલ અનુસાર રિપોર્ટ્સ અનુસાર, આ ઘટના સવારે 3 વાગ્યે બની હતી, જ્યારે દિલ્હી પોલીસના એક કોન્સ્ટેબલે એક કારને રોકવાનો પ્રયાસ કર્યો હતો. તેમને શંકા હતી કે આ કારમાં દારૂ માફિયાઓ છે. જોકે, ચાલકે કાર રોકવાને બદલે તેમને ટક્કર મારી હતી. કાર ચાલે કોન્સ્ટેબલને લગભગ દસ મીટર સુધી ઢસડ્યો અને પછી બીજી કારને સામેથી ટક્કર મારી. દિલ્હી પોલીસે કાર કબજે કરી લીધી છે પરંતુ આરોપી હજુ ફરાર છે.
આજે સવારે આ ઘટના અંગેના સમાચાર પ્રકાશિત થયા બાદ દિલ્હીના પૂર્વ મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે એક દિવસની ત્રણ ઘટનાઓનો ઉલ્લેખ કરતા કહ્યું કે દિલ્હીમાં કાયદો અને વ્યવસ્થા ખતમ થઈ ગઈ છે. તમણે કહ્યું કે અહીં સંપૂર્ણ જંગલ રાજ છે. દેશની રાજધાનીમાં લોકો અસુરક્ષિત હોવાનો અનુભવ કરી રહ્યા છે. દિલ્હીની કાયદો અને વ્યવસ્થા અમિત શાહ જી હેઠળ આવે છે. તેઓએ તાત્કાલિક અસરકારક પગલાં લેવા જોઈએ.
કેટલીક ઘટનાઓના અહેવાલો પર પ્રતિક્રિયા આપતા, AAP નેતા અને દિલ્હીના પ્રધાન સૌરભ ભારદ્વાજે કહ્યું કે દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર હાલમાં વિદેશ પ્રવાસ પર છે, જ્યારે ભાજપના સાંસદો ગેરહાજર છે.
આમ આદમી પાર્ટીના વડા અરવિંદ કેજરીવાલે લેફ્ટનન્ટ ગવર્નર વિનય કુમાર સક્સેનાને દિલ્હીમાં બગડતી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને બાબતે જવાબદાર ઠરાવી ચુક્યા છે.
દિલ્હી પોલીસ કેન્દ્રીય ગૃહ મંત્રાલય હેઠળ છે, દિલ્હી સરકારની નહીં. આ બાબતે બંને સરકારો વચ્ચે સમયાંતરે વૈચારિક મતભેદો થતા રહે છે.