દિલ્હીમાં ફરી એક વાર બે સ્કૂલને બોંબથી ઉડાવી દેવાની ધમકી મળી,પોલીસે તપાસ શરુ કરી | મુંબઈ સમાચાર
ટોપ ન્યૂઝનેશનલ

દિલ્હીમાં ફરી એક વાર બે સ્કૂલને બોંબથી ઉડાવી દેવાની ધમકી મળી,પોલીસે તપાસ શરુ કરી

નવી દિલ્હી : દિલ્હીમાં ફરી એક વાર બે સ્કૂલને બોંબથી ઉડાવી દેવાની ધમકી મળી છે. જેમાં દ્વારકા સ્થિત સેન્ટ થોમસ અને વસંત વેલી સ્કૂલને ઈમેલ દ્વારા બોંબથી ઉડાવી દેવાની ધમકી મળી છે. જેના પગલે સ્કૂલ વહીવટીતંત્ર હરકત આવ્યું હતું. તેમજ પોલીસને જાણ કરતા પોલીસ સ્કૂલ પર પહોંચી હતી. તેમજ સ્કૂલ ખાલી કરાવીને તપાસ શરુ કરી છે. જોકે, હજુ સુધી કોઈ શંકાસ્પદ વસ્તુ નથી મળી.

બોંબ સ્કવોડ, ડોગ સ્કવોડ અને સાયબર એક્સપર્ટ ટીમ પહોંચી

આ બંને સ્કૂલને બોંબથી ઉડાવી દેવાની ધમકી મળ્યા બાદ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. તેમજ ધમકીને ગંભીરતાથી લેતા પોલીસે બોંબ સ્કવોડ, ડોગ સ્કવોડ અને સાયબર એક્સપર્ટ ટીમ પણ બોલાવી લીધી છે. જયારે બંને સ્કૂલને વિદ્યાર્થીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને ખાલી કરાવવામાં આવી છે.

આરડીએકસ અને આઈઈડી મુકવાની જાણકારી

દિલ્હીમાં મંગળવારે ડીયુ સેન્ટ સ્ટીફન કોલેજ અને સેન્ટ થોમસ સ્કૂલને પણ બોંબથી ઉડાવવાની ધમકી આપવામાં આવી હતી. જેમાં ઈમેલ દ્વારા સ્કૂલમાં આરડીએકસ અને આઈઈડી મુકવાની જાણકારી આપવામાં આવી હતી. આ પૂર્વે નેવી ચિલ્ડ્રન સ્કૂલ અને સીઆરપીએફ સ્કૂલને બોંબથી ઉડાવવાની ધમકી મળી હતી. જેની પણ તપાસ કરવામાં આવી રહી છે.

ઈમેલ આઈડીને ટ્રેસ કરવાનો પ્રયાસ

જોકે, પોલીસે આ તમામ કેસમાં સમગ્ર પરિસર તપાસ કરી હતી. પરંતુ પોલીસને કોઈ શંકાસ્પદ વસ્તુ નથી મળી. પોલીસ આ તમામ કેસમાં ઈમેલ આઈડીને ટ્રેસ કરવાનો પ્રયાસ કરી રહી છે. સાયબબર એક્સપર્ટની મદદ પણ લેવામાં આવી રહી છે.

ઈમેલ પ્રોક્સી સર્વરથી મદદથી મોકલવામાં આવ્યા

ઉલ્લેખનીય છે કે,વર્ષ 2024માં દિલ્હી એનસીઆરમાં અનેક સ્કૂલો અને હોસ્પિટલમાં ઈમેલથી જ બોંબથી ઉડાવવવાની ધમકી આપવામાં આવી હતી. આ કેસની તપાસના જાણવામાં મળ્યું હતું કે આ તમામ ઈમેલ પ્રોક્સી સર્વરથી મદદથી મોકલવામાં આવ્યા હતા.

Chandrakant Kanoja

ગુજરાતી ન્યૂઝ ચેનલ તેમજ ડિજિટલ મીડિયા મળીને કુલ 25 વર્ષનો અનુભવ છે. જેમાં 14 વર્ષ સુધી ગુજરાતી અને હિન્દી ઈલેક્ટ્રોનિક્સ મીડિયામાં રિપોર્ટિંગ અને બ્યૂરો ચીફ તરીકેની કામગીરી કરેલી છે. ગુજરાતના રાજકારણ અને સમાજ કારણને ખૂબ જ નજીકથી કવર કર્યું છે. જ્યારે 11 વર્ષનો ડિજિટલ મીડિયાનો અનુભવ ધરાવે છે. પોલિટિકલ, ક્રાઇમ,… More »
Back to top button