દિલ્હી એરપોર્ટ પરથી સોનાની દાણચોરી કરતી મહિલા ઝડપાઈ, સોનાના છ બિસ્કીટ જપ્ત...
Top Newsનેશનલ

દિલ્હી એરપોર્ટ પરથી સોનાની દાણચોરી કરતી મહિલા ઝડપાઈ, સોનાના છ બિસ્કીટ જપ્ત…

નવી દિલ્હી : દિલ્હીના ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ પર સોનાની દાણચોરીનો એક મામલો પ્રકાશમાં આવ્યો છે. દિલ્હી કસ્ટમ અધિકારીઓએ શુક્રવારે મ્યાનમારના યાંગોનથી ફ્લાઇટમાં આવેલી એક મહિલા મુસાફરને અટકાવી હતી. જેમાં તેની તપાસ હાથ કરતા મહિલા મુસાફરના આંતર વસ્ત્રોમાંથી 997.5 ગ્રામ વજનના સોનાના છ બિસ્કિટ જપ્ત કર્યા હતા.

મહિલા યાત્રીને ગ્રીન ચેનલમાંથી પસાર થતી વખતે અટકાવવામાં આવી

આ સમગ્ર ઘટના અંગે એરપોર્ટ અધિકારીઓએ જણાવ્યું હતું કે, મહિલા યાત્રીને ગ્રીન ચેનલમાંથી પસાર થતી વખતે અટકાવવામાં આવી હતી. ગ્રીન ચેનલ એ લોકો માટે હોય છે જેમની પાસે ડ્યુટી ભરવા યોગ્ય કોઈ સામાન નથી હોતો. જો કે, કસ્ટમ અધિકારીઓને શંકા જતા મહિલાને અટકાવીને તેની તપાસ કરવામાં આવી હતી. ત્યારે તેની પાસેથી સોનાના
સોનાના છ બિસ્કીટ મળી આવ્યા હતા. જેને કસ્ટમ એક્ટ 1962 હેઠળ જપ્ત કરવામાં આવ્યું છે.

એરપોર્ટ પર સોનાની દાણચોરીના કિસ્સામાં સતત વધારો

ઉલ્લેખનીય છે કે, દિલ્હીના ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ પર સોનાની દાણચોરીના કિસ્સા સતત વધી રહ્યા છે. જેમાં છેલ્લા કેટલા સમયથી કસ્ટમ અધિકારીઓ સોનાની દાણચોરીના અનેક કિસ્સાઓ ઝડપ્યા છે. જેમાં લોકો અલગ અલગ રીતે સોનાને છુપાવીને દેશના લાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. જેમાં અનેક વાર કપડામાં, આંતર વસ્ત્રોમાં , એડેપટરમાં કે ટ્રોલી બેગમાં છુપાવતા હોય છે. જેને કસ્ટમ વિભાગ દ્વારા ઝડપી લેવામાં આવ્યા છે.

Chandrakant Kanoja

ગુજરાતી ન્યૂઝ ચેનલ તેમજ ડિજિટલ મીડિયા મળીને કુલ 25 વર્ષનો અનુભવ છે. જેમાં 14 વર્ષ સુધી ગુજરાતી અને હિન્દી ઈલેક્ટ્રોનિક્સ મીડિયામાં રિપોર્ટિંગ અને બ્યૂરો ચીફ તરીકેની કામગીરી કરેલી છે. ગુજરાતના રાજકારણ અને સમાજ કારણને ખૂબ જ નજીકથી કવર કર્યું છે. જ્યારે 11 વર્ષનો ડિજિટલ મીડિયાનો અનુભવ ધરાવે છે. પોલિટિકલ, ક્રાઇમ,… More »

સંબંધિત લેખો

Back to top button