નેશનલ

Delhi Airport Tragedy: ટર્મિનલના ઉદ્ઘાટન સમયના ઉડ્ડયન પ્રધાન પ્રફુલ પટેલ શું કહ્યું?

નવી દિલ્હી: આજે સવારે દિલ્હી એરપોર્ટના ટર્મિનલ-1ની છત ધરાશાયી(Delhi Airport roof collapse)થઇ જતા ગંભીર દુર્ઘટના ઘટી હતી, વિપક્ષ સતત NDA સરકાર પર શાબ્દિક પ્રહારો કરી રહ્યું છે, ત્યારે સરકાર તત્કાલીન UPA સરકાર પર દોષનો ટોપલો ઢોળી રહી છે. NCPના નેતા અને રાજ્યસભાના સાંસદ પ્રફુલ્લ પટેલ(Praful Patel) આ દુર્ઘટના અંગે રાજકારણ ન કરવા સલાહ આપી છે, સાથે તેમણે વિપક્ષની ટીકા કરી છે. ટર્મિનલનું ઉદઘાટન થયું ત્યારે પ્રફુલ પટેલ કેન્દ્રીય ઉડ્ડયન પ્રધાન હતા.
આજે શુક્રવારે સવારે ભારે વરસાદ પછી છતનો એક ભાગ તૂટી પડ્યો હતો, જેમાં એકનું મોત થયું હતું.

માર્યા ગયેલા વ્યક્તિના પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરતા અને ઘાયલ થયેલા લોકોના ઝડપથી સ્વસ્થ થવાની પ્રાર્થના કરતા, પ્રફુલ પટેલે જણાવ્યું કે તેમની દેખરેખ હેઠળ બાંધવામાં આવેલુ માળખું, બાંધકામ ક્ષેત્રમાં દેશની કદાચ વિશ્વ કંપની સર્વશ્રેષ્ઠ કંપની (લાર્સન એન્ડ ટુબ્રો) દ્વારા બનાવવામાં આવ્યું હતું.”

આ પણ વાંચો : SpiceJet અને Indigoએ Delhi Airport થી ફ્લાઇટો રદ કરી, ખરાબ હવામાન અને એરપોર્ટ પરની દુર્ઘટના બાદ લીધો નિર્ણય

પ્રફુલ પટેલે કહ્યું કે “જુઓ…આપણે 15 વર્ષ પહેલા બાંધવામાં આવેલા સ્ટ્રક્ચર વિશે વાત કરી રહ્યા છીએ… અને જેનો આટલો બહોળો ઉપયોગ થયો છે… શું થયું તે અંગે કોઈ નિષ્કર્ષ પર પહોંચવા માટે એક વ્યાપક ઓડિટની જરૂર છે. હું એટલું જ કહી શકું છું કે, મને યાદ છે, તે શ્રેષ્ઠ કન્સ્ટ્રકશન કંપનીઓમાંથી એક L&T દ્વારા બનાવવામાં આવ્યું હતું…”

તેમણે કહ્યું કે “સ્વાભાવિક રીતે કોઈ પણ ઈમારત, જ્યારે તે બાંધવામાં આવે છે, ત્યારે તે ફરજિયાત ડિઝાઈન અને પ્લાનિંગ ક્લિયરન્સમાંથી પસાર થાય છે… તેથી હું 15 વર્ષ પહેલાં બાંધવામાં આવેલી કોઈ વસ્તુ પર કોઈ ટિપ્પણી કરી શકતો નથી.”

દિલ્હી એરપોર્ટની છત પડી જવાની ઘટનાની સંપૂર્ણ તપાસની વિપક્ષની માંગ પર, પ્રફુલ પટેલે કહ્યું કે, “હું સંમત છું… આવી ઘટનાઓ ન થવી જોઈએ. આપણે ચિંતિત થવું જોઈએ અને તેને ઉકેલવાનો પ્રયાસ કરવો જોઈએ. પરંતુ આ અંગે રાજકારણ યોગ્ય નથી. .. એક બીજાને દોષી ઠેરવવું અને મૃતદેહો પર રાજનીતિ કરવાની બાબત મને ગમતી નથી.”

વર્ષ 2009ની બિલ્ડીંગનું ઉદઘાટન થયું ત્યારે કોંગ્રેસની આગેવાની હેઠળની યુપીએ સરકાર સત્તામાં હતી અને પ્રફુલ પટેલ કેન્દ્રીય ઉડ્ડયન પ્રધાન હતા; ત્યારે એનસીપી ત્યારે વિભાજિત થઇ ન હતી અને UPA ગઠબંધનનો ભાગ હતી. ગયા વર્ષે, અજિત પવારની આગેવાની હેઠળ NCPનું બળવાખોર જૂથ ભાજપની આગેવાની હેઠળના નેશનલ ડેમોક્રેટિક એલાયન્સમાં જોડાયો, પ્રફુલ પટેલ બળવાખોર જૂથનો ભાગ છે.

અધિકારીઓએ જણાવ્યું હતું કે દિલ્હી એરપોર્ટના ટર્મિનલ 1 ની છત અને સપોર્ટ બીમ તૂટી પડ્યા હતા. 1 મૃત્યુ અને 6ને ઇજાઓ ઉપરાંત, પાર્ક કરેલી ચાર કારને નુકસાન થયું હતું. સવારે 5.30 વાગ્યે આ ઘટનાની જાણ થઈ હતી. સરકાર માર્યા ગયેલા વ્યક્તિના પરિવારને ₹20 લાખ અને ઘાયલોને ₹3 લાખ આપશે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
સવારે બ્રશ કર્યા બાદ આ પાણીથી કરો કોગળા ભારત ત્રણ વાર ક્રિકેટમાં વર્લ્ડ ચૅમ્પિયન બન્યું છે, હવે ચોથો સુવર્ણ અવસર આવી ગયો આ અભિનેત્રીઓ પણ વેઠી ચૂકી છે બ્રેસ્ટ કેન્સરનું દર્દ નવરી ધૂપ થઇ ગઇ છે આ બધી હિરોઇનો