દિલ્હી એરપોર્ટ 10 કરોડથી વધુ પેસેન્જરની ક્ષમતા ધરાવતા વિશ્વના 6 એરપોર્ટમાં સામેલ | મુંબઈ સમાચાર
નેશનલ

દિલ્હી એરપોર્ટ 10 કરોડથી વધુ પેસેન્જરની ક્ષમતા ધરાવતા વિશ્વના 6 એરપોર્ટમાં સામેલ

નવી દિલ્હી : દિલ્હીનું ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ હવે વિશ્વના 10 કરોડથી વધુ પેસેન્જરોની ક્ષમતાવાળા વિશ્વના છ એરપોર્ટમાં સામેલ થયું છે. દિલ્હી એરપોર્ટની વાર્ષિક પેસેન્જર કેપેસીટી 10.09 કરોડ છે. એરપોર્ટ ડેટા અનુસાર સમગ્ર વિશ્વમાં 6 એરપોર્ટ એવા છે જેની વાર્ષિક પેસેન્જર કેપેસીટી 10 કરોડથી વધારે છે. આ એરપોર્ટમાં એશિયાના માત્ર બે એરપોર્ટ છે.

ટોક્યો હાનેડા એરપોર્ટ એશિયાનું પ્રથમ એરપોર્ટ

આ એરપોર્ટની યાદીના જાપાનની રાજધાની ટોકિયોનું ટોક્યો હાનેડા એરપોર્ટ એશિયાનું પ્રથમ એરપોર્ટ છે. જેની બાદ દિલ્હીનું ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ આવે છે. તેમજ હાલ દિલ્હી એરપોર્ટની ક્ષમતાના વિસ્તાર માટે ટર્મિનલ 2 ના પુન: નિર્માણ અને આધુનિકીકરણની યોજના પર વિચાર કરવામાં આવી રહ્યો છે.

આપણ વાંચો: દિલ્હી એરપોર્ટ વિશ્વનું નવમું સૌથી વ્યસ્ત બન્યું: 7.7 કરોડથી વધુ મુસાફરોનો રેકોર્ડ

ભારતમાં હાલ 162 એરપોર્ટ ઓપરેશનલ

દિલ્હી એરપોર્ટ દેશનું સૌથી વ્યસ્ત એરપોર્ટ છે. એક સત્તાવાર અહેવાલ અનુસાર ભારતમાં હાલ 162 એરપોર્ટ ઓપરેશનલ છે. જેમાં હેલીપોર્ટ અને વોટર એરોડ્રામનો પણ સમાવેશ થાય છે. જેમાં વર્ષ 2014 સુધી આ સંખ્યા 74ની છે.

સંસદમાં આપવામાં આવેલા આંકડા મુજબ નાણાકીય વર્ષ 2024 -25માં કુલ 14.2 કરોડ પેસેન્જરોએ ભારતના એરપોર્ટ પરથી મુસાફરી કરી હતી. જેમાં 33. 5 કરોડ ભારતીય અને 7. 7 કરોડ વિદેશી પેસેન્જરોનો સમાવેશ થાય છે.

આપણ વાંચો: દિલ્હી એરપોર્ટ પરથી ત્રણ મહિના માટે 114 ફલાઇટ રદ, જાણો કારણ

વિશ્વના આ 6 એરપોર્ટ પર 10 કરોડથી વધુ પેસેન્જરો ક્ષમતા

  1. હાર્ટ્સફિલ્ડ- જેક્સન એટલાન્ટા આંતરરાષ્ટ્રીય એરપોર્ટ યુએસએ 12.55 કરોડ
  2. દુબઈ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ યુએઈ 12. 03 કરોડ
    ૩ ટોક્યો હાનેડા આંતરરાષ્ટ્રીય એરપોર્ટ જાપાન 11.03 કરોડ
  3. હીથ્રો એરપોર્ટ લંડન 10.32 કરોડ
  4. ડલ્લાસ ફોર્ટ વર્થ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ યુએસએ 10.29કરોડ

Chandrakant Kanoja

ગુજરાતી ન્યૂઝ ચેનલ તેમજ ડિજિટલ મીડિયા મળીને કુલ 25 વર્ષનો અનુભવ છે. જેમાં 14 વર્ષ સુધી ગુજરાતી અને હિન્દી ઈલેક્ટ્રોનિક્સ મીડિયામાં રિપોર્ટિંગ અને બ્યૂરો ચીફ તરીકેની કામગીરી કરેલી છે. ગુજરાતના રાજકારણ અને સમાજ કારણને ખૂબ જ નજીકથી કવર કર્યું છે. જ્યારે 11 વર્ષનો ડિજિટલ મીડિયાનો અનુભવ ધરાવે છે. પોલિટિકલ, ક્રાઇમ,… More »

સંબંધિત લેખો

Back to top button