નેશનલ

ઝેરી હવાથી પરેશાન દિલ્હીવાસીઓ સોશિયલ મીડિયા પર મીમ્સ શેર કરી વ્યક્ત કર્યું પોતાનું દુ:ખ…

નવી દિલ્હી: દેશની રાજધાની દિલ્હીનું વાયુ પ્રદૂષણના ખતરનાક લેવલના પર પહોંચી ગઇ છે. દિલ્હીના લ્યુટિયન ઝોન વિસ્તારમાં પણ એર ક્વોલિટી ઈન્ડેક્સ એટલે કે AQI 500ને પાર કરી ગયો છે. અને આ સ્થિતિ લોકો માટે ક્રિટિકલ ઝોન કરતાં પણ વધુ ખતરનાક છે. એટલે આમ જોઇએ તો દિલ્હીની હવા સંપૂર્ણ રીતે ઝેરી બની ગઈ છે.

ઘરમાં જ રહેવા છતાં આંખોમાં બળતરા, ગળામાં દુખાવો, ઉબકા, શ્વાસ લેવામાં તકલીફ, વૃદ્ધો, બાળકો અને સગર્ભા સ્ત્રીઓમાં ગભરાટ જેવા લક્ષણો દેખાવા લાગ્યા છે. નેશનલ એર ક્વોલિટી ઈન્ડેક્સ અનુસાર દિલ્હીમાં પ્રદૂષણનું સ્તર ખૂબ જ ખરાબથી ખતરનાક થઈ ગયું છે. ત્યારે દિલ્હીમાં સવારથી ફક્ત ધુમાડો જ જોવા મળી રહ્યો છે જેને લઈને દિલ્હીવાસીઓએ સોશિયલ મીડિયા પર મીમ્સ શેર કરી પોતાનું દુ:ખ વ્યક્ત કર્યું હતું.

ઉલ્લેખનીય છે કે 0-50 સુધીનો AQI ઘણો સારો છે, 51-100 સંતોષજનક છે, 101-200 એવરેજ છે, 201-300 ખરાબ છે, 301-400 ખૂબ જ ખરાબ છે, 401-500 AQI ગંભીર છે એટલે કે સ્વાસ્થ્યની દૃષ્ટિએ ખૂબ જ ગંભીર છે. આ લેવલ લોકોના સ્વાસ્થ્ય માટે ખૂબ જ ખતરનાક માનવામાં આવે છે. ખાસ કરીને બીમાર લોકો માટે, તે ઘણા કિસ્સાઓમાં જીવલેણ સાબિત થાય છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube  અને  X (Twitter) ને

Back to top button
આવી રીતે જાણી શકો છો કે તમારો મોબાઈલ હેક થઈ ગયો છે ભારત જ નહીં પણ દુનિયાનું સૌથી અમીર ગામ છે આ… નામ જાણશો તો… હેર વૉશ કરતા પહેલા આ ટીપ્સ રાખો ધ્યાનમાં આ છે દેશના રોમાંચક રેલવે રૂટ, એક વખત ટ્રાવેલ કરી લીધું તો…

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker