નવી દિલ્હી: શિયાળો શરુ થતા જ દિલ્હીની હવામાં પ્રદુષણની માત્રા વધી (Delhi Air pollution) જતી હોય છે. શિયાળુ પવન શરુ થઇ ગયો છે ત્યારે, બુધવારે દિલ્હીની એર ક્વોલિટી ફરી એકવાર ગંભીર શ્રેણીમાં પહોંચી ગઈ હતી. સ્ટબલ સળગાવવાને કારણે નીકળેલો ધુમાડો દિલ્હી-એનસીઆરની હવામાં ભળવાને કારણે વાતાવરણ ધુંધળું બની ગયું છે. દિલ્હી અને નોઈડાના આકાશમાં સર્વત્ર ધુમાડો દેખાઈ રહ્યો છે, લોકોને આ ઝેરી હવામાં શ્વાસ લેવું મુશ્કેલ બની રહ્યું છે.
ટોપ 10 પ્રદુષિત શહેરોની વાત કરીએ તો ઉત્તર પ્રદેશનું મુઝફ્ફરનગર પહેલા નંબર પર છે. બહાદુરગઢ બીજા સ્થાને અને હાપુડ ત્રીજા સ્થાને છે જ્યારે દિલ્હી ખરાબ હવાની ગુણવત્તા સાથે આ યાદીમાં ચોથા સ્થાને છે. સિંગરૌલી પાંચમા, જ્યારે ગ્રેટર નોઈડા છઠ્ઠા અને નોઈડા સાતમા ક્રમે છે. મધ્ય પ્રદેશનું મંડીદીપ આઠમા, જયારે હરિયાણાના સોનીપત અને હિસાર અનુક્રમે નવામા અને દસમા સ્થાને રહ્યા.
દિલ્હીના અલીપુરમાં હવા સૌથી વધુ પ્રદુષિત નોંધાઈ હતી. અહીં AQI 388 નોંધાયું હતું. જોકે દ્વારકા સેક્ટર-8 એરિયામાં આજનો AQI 339 દ્વારકા નોંધવામાં આવ્યો છે. આનંદ વિહારની હવા પણ છેલ્લા ઘણા દિવસોથી ખરાબ છે.
Read This….‘કોઈ નક્કર પુરાવા ન હતાં’ કેનડાના વડા પ્રધાન Trudeauનું સ્વીકારનામું
દિલ્હીમાં એર ક્વોલીટી એટલી ખરાબ થઈ ગઈ છે કે GRP-1 લાગુ કરવામાં આવી છે. પંજાબ અને હરિયાણામાં સ્ટબલ સળગાવવાને કારણે દિલ્હી અને નોઈડાની હવા ઝેરી થઈ રહી છે.
દિલ્હીમાં એર ક્વોલીટી દિવસેને દિવસે ગંભીર બની રહી છે. હાલમાં દિલ્હીના લોકોને આ પ્રદૂષણમાંથી કોઈ રાહત મળે તેમ લાગતું નથી. કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડે આગાહી કરી છે કે શનિવાર સુધી હવાની ગુણવત્તા ખરાબ રહેશે. આ પછી સ્થિતિ વધુ ખરાબ થઈ શકે છે. દિલ્હી-એનસીઆરની હવા અત્યંત ખરાબ શ્રેણી સુધી પહોંચી શકે છે.