દેહરાદૂનઃ ઉત્તરાખંડના દેહરાદૂનમાંથી ગેસ લિકેજના આંચકાજનક આવ્યા છે. દેહરાદૂનના ઝાઝરામાં આજે સવારે પ્લોટમાં રાખેલા ગેસ સિલિન્ડરમાંથી ક્લોરિન ગેસ લીક થયો હતો. જેના કારણે લોકોને શ્વાસ લેવામાં તકલીફ થવા લાગી હતી. આ માહિતી મળતાની સાથે જ પ્રેમનગર પોલીસ સ્ટેશન સ્થળ પર પહોંચી હતી અને સમગ્ર વિસ્તારને ખાલી કરાવ્યો હતો.
આ ઘટના વહેલી સવારે બની હોવાનું કહેવાય છે. પોલીસ સ્ટેશન પ્રેમનગરને જાણકારી મળી હતી કે ઝાઝરા વિસ્તારમાં એક ખાલી પ્લોટમાં ગેસ સિલિન્ડર લીક થઈ રહ્યું છે. માહિતી મળતાં જ વરિષ્ઠ પોલીસ અધિક્ષક સહિત એસડીઆરએફ અને એનડીઆરએફની ટીમો અહીં આવી પહોંચી હતી અને બચાવ કામગીરી શરૂ કરી હતી.
આસપાસના વિસ્તારમાં આવેલા મકાનોમાંથી લોકોને બહાર કાઢી સલામત સ્થળે લઈ જવામાં આવ્યા હતા. સ્થળ પરથી ગેસ સિલિન્ડર હટાવવાની કાર્યવાહી કરવામાં આવી હતી. આ પ્લોટમા ક્લોરિનના સિલિન્ડર ક્યાંથી આવ્યા અને એ કોણે રાખ્યા છે એની પોલીસ તપાસ કરી રહી છે.
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને