નેશનલ

સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે દેશમાં 23 નવી આર્મી શાળાઓ ખોલવાની મંજૂરી આપી…

નવી દિલ્હી: દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટને સાકાર કરવા માટે કેન્દ્રીય સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે આગામી સમયમાં લગભગ 100 નવી આર્મી શાળાઓ ખોલવાનો નિર્ણય કર્યો છે. ત્યારે દેશમાં નવી આર્મી શાળાઓ ખોલવાની યોજના હેઠળ સરકારે એક મોટું પગલું ભર્યું છે. આ 100 શાળાઓમાંથી હાલમાં 23 નવી શાળાઓ ભાગીદારીમાં શરૂ કરવામાં આવશે. સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ જણાવ્યું હતું કે 100 આર્મી શાળાઓ સ્થાપવાનો લક્ષ્યાંક ઘણી NGO/ખાનગી શાળાઓ/રાજ્ય સરકારો સાથે પરસ્પર ભાગીદારી દ્વારા જ શરૂ કરવામાં આવશે.

અત્યારે આર્મી સ્કૂલ સોસાયટી એડમિનિસ્ટ્રેશન સાથે કરાર કરવામાં આવ્યો છે અને 19 સ્કૂલો સાથે સંબંધિત સમજૂતી બાદ તેને લગતી કાર્યવાહી પણ શરૂ કરવામાં આવી છે. આ કરાર બાદ નવી આર્મી શાળાઓની સંખ્યા વધીને 42 થઈ ગઈ છે, કેન્દ્ર સરકારની નવી શિક્ષણ નીતિ અંતર્ગત આધુનિક શિક્ષણની સાથે વિદ્યાર્થીઓ માટે રોજગારીની તકો ઉભી કરવાનો હેતુ છે. કેન્દ્ર સરકાર છેલ્લા કેટલાક સમયથી નવી શિક્ષણ નીતિ પર કામ કરી રહી છે. શિક્ષણ નીતિનો પાયો એવી રીતે નાખવામાં આવવો જોઇએ કે વિદ્યાર્થીઓના ભાવિ રોજગારની સંભાવનાઓ માટેનો માર્ગ આપોઆપ તૈયાર થઈ જાય.


આ ઉપરાંત તેમણે કહ્યું હતું કે આજના યુવાનોને આવતીકાલના જવાબદાર નાગરિક તરીકે વિકસાવવા માટે રાષ્ટ્ર કામ કરી રહ્યું છે. આ આર્મી શાળાઓ તેમના નિયમિત સંલગ્ન બોર્ડ સાથે જોડાયેલી રહેશે. આથી બાળકોને તેમનો જે રેદ્યુલર અભ્યાસક્રમ આવે છે તે પણ ભણાવવામાં આવશે અને તેની સાથે સાથે તેમને ટ્રેનિંગ પણ આપવામાં આવશે.
દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદી વારંવાર મન કી બાત અથવા તેમના ભાષણો દ્વારા યુવાનો અને વિદ્યાર્થીઓને સંબોધિત કરે છે અને યુવાનોને દેશની રક્ષા, વિજ્ઞાન, આધુનિક શિક્ષણ તેમજ તેની સંસ્કૃતિ અને ઈતિહાસનો અભ્યાસ કરવા પ્રોત્સાહિત કરે છે. તેમણે ઘણીવાર કહ્યું છે કે યુવાનો પોતાની લાયકાત વધારશે તો તેમણે રોજગારી સરળતાથી મળી રહેશે.


આ ઉપરાંત તેનાથી યુવાનો જાતે રોજગારીનું સર્જન કરી શકે છે અને પોતાના પગ પર ઉભા રહી શકે છે. રક્ષા મંત્રાલય દ્વારા બે વેબસાઈટની લીંક પણ શેર કરવામાં આવશે જેમાં આ બંને વેબસાઈટની લીંક દ્વારા તે 23 નવી શાળાઓ ક્યાં ખૂલશે તેના નામ અને સ્થાનોની માહિતી પણ મેળવી શકાશે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button