નેશનલ

સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે લખનઊ લોકસભા બેઠક પરથી ભર્યું ઉમેદવારીપત્ર

રોડ શૉ: લખનઊમાં લોકસભાની ચૂંટણી અગાઉ ઉમેદવારીપત્રક ભરતા પહેલા યોજવામાં આવેલા રોડ શૉ દરમિયાન સંરક્ષણ પ્રધાન અને ભાજપના ઉમેદવાર રાજનાથ સિંહ, ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ, ઉત્તરાખંડના મુખ્ય પ્રધાન પુષ્કરસિંહ ધામી અને ઉત્તર પ્રદેશના નાયબ મુખ્ય પ્રધાન બ્રજેશ પાઠક તેમ જ કેશવ પ્રસાદ મૌર્ય. (એજન્સી)

લખનઊ: કેન્દ્રીય સંરક્ષણ પ્રધાન અને લખનઊ લોકસભા સીટ પરથી ભાજપના ઉમેદવાર રાજનાથ સિંહે ઉમેદવારી પત્ર ભર્યું હતું.
દરમિયાન ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ અને ઉત્તરાખંડના મુખ્ય પ્રધાન પુષ્કર સિંહ ધામી હાજર રહ્યા હતા.

લખનઊમાં પાંચમાં તબક્કામાં 20મી મેના રોજ મતદાન થશે.
રાજનાથ સિંહ લખનઊથી સતત ત્રીજી વખત ચૂંટણી લડી રહ્યા છે. તેઓ 2014 અને 2019માં પણ અહીંથી ચૂંટણી જીત્યા છે.
2014માં લખનઉથી તેમની પ્રથમ ચૂંટણી લડતા પહેલા, તેમણે 2009માં ગાઝિયાબાદથી લોકસભા ચૂંટણી જીતી હતી.

લખનઊ બેઠક ભાજપનો ગઢ માનવામાં આવે છે. પૂર્વ વડા પ્રધાન અટલ બિહારી વાજપેયી પણ અહીંથી સાંસદ તરીકે ચૂંટાયા હતા
ઉમેદવારી નોંધાવતા પહેલા રાજનાથ સિંહે લખનઊમાં રોડ શો કર્યો હતો. આ દરમિયાન રાજનાથ સિંહ સાથે યુપીના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ, યુપીના ડેપ્યુટી મુખ્ય પ્રધાન બ્રજેશ પાઠક અને બીજેપીના અન્ય નેતાઓ પણ હાજર હતા. રાજનાથ સિંહે ભાજપના પ્રદેશ મુખ્યાલયથી જિલ્લા કલેક્ટર કચેરી સુધી રોડ શો કર્યો હતો.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
આ અભિનેત્રીઓએ પણ લગ્ન માટે સ્વીકાર્યો છે મુસ્લિમ ધર્મ શું આ ડ્રાયફ્રૂટ ખાવાથી વધે છે કોલેસ્ટ્રોલ? ચાલો જાણીએ હકીકત… દહીં સાથે ક્યારેય નહી ખાવી જોઇએ આ ચીજ, સ્વાસ્થ્યને થાય છે નુક્સાન તમારા Mobilephoneમાં પણ દેખાય છે આ સાઈન તો સાવધાન…