દિવાળી પર Deepika Padukone-Ranveer Singhએ ફેન્સને આપ્યું જોરદાર સરપ્રાઈઝ… તમે જ જોઈ લો…

લાંબા સમયથી દિપીકા પાદુકોણ (Deepika Padukone) અને રણવીર સિંહ (Ranveer Singh)ના ફેન્સ જેની રાહ જોઈ રહ્યા હતા આખરે એ ઘડી આવી પહોંચી છે. દિવાળીના સપરમા દિવસે બોલીવુડના આ પાવર કપલ પોતાની લાડકવાયી દીકરીની ઝલક સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર શેર કરીને તેનું નામ પણ રીવિલ કર્યું હતું. દીપવીરની આ પોસ્ટ જોઈને ફેન્સ એકદમ ઘેલા ઘેલા થઈ ગયા છે. આવો જોઈએ આખરે શું નામ રાખ્યું છે દિપીકા અને રણવીરે પોતાની લાડકવાયીનું…
દિપીકા પાદુકોણ અને રણવીર સિંહે દિવાળીના અવસર પર પોતાની દિકરીની પહેલી તસવીર બતાવીને તેનું નામ જાહેર કર્યું છે. ફોટો શેર કર્યાની થોડી જ મિનિટોમાં વાઇરલ થઈ ગયો હતો. ચાહકો આ ફોટા પર પ્રતિક્રિયા આપી રહ્યા છે અને અભિનેત્રીની પુત્રીના નામના વખાણ કરી રહ્યા છે. તસવીરમાં માતા અને પુત્રી બંને લાલ રંગના આઉટફિટમાં જોવા મળી રહ્યાં છે. દીપિકા પાદુકોણ અને રણવીર સિંહ 9 સપ્ટેમ્બરે માતા-પિતા બન્યા હતા.
દિપીકા પાદુકોણ અને રણવીર સિંહે દિવાળીના દિવસે લિટલ પ્રિન્સેસનો ફોટો શેર કરીને લખ્યું હતું કે ‘દુઆ પાદુકોણ સિંહ. ‘દુઆ’: જેનો અર્થ થાય છે પ્રાર્થના. એ ખરેખર અમારી પ્રાર્થનાનો મળેલો સુંદર જવાબ છે, તેણે જ અમારા જીવનને પ્રેમ અને લાગણીથી ભરી દીધું છે. દીપિકા અને રણવીર.’
ઈન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવેલા આ ફોટોમાં દિપિકા પાદુકોણ દિકરી દુઆ સાથે જોવા મળી રહી છે પણ એમાં દુઆનો ચહેરો નથી જોવા મળી રહ્યો પણ દુઆના નાના નાના પગ જોવા મળી રહ્યા છે. ફેન્સે કોમેન્ટ સેક્શનમાં હાર્ટની ઈમોજી શેર કરીને પોતાનો પ્રેમ વ્યક્ત કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું હતું કે તારું સ્વાગત છે દુઆ પાદુકોણ. જ્યારે બીજા એક એક ચાહકે લખ્યું હતું કે બેસ્ટ ગિફ્ટ.
અત્રે ઉલ્લેખનીય છે કે એક ઈન્ટરવ્યુમાં રણવીરે જણાવ્યું કહ્યું હતું કે તેણે તેના થનારા બાળકોના નામની યાદી બનાવી રહ્યો છે અને આ લિસ્ટમાં સામેલ એક નામનો ખુલાસો કર્યો હતો.
રણવીર અને દિપીકાની આ પોસ્ટ પર બોલીવુડ એક્ટ્રેસ આલિયા ભટ્ટે પણ કમેન્ટ કરી હતી. આલિયા ભટ્ટે કમેન્ટ કરીને કેટલાય રેડ હાર્ટ ઈમોજી શેર કર્યા હતા. આ સિવાય આ પોસ્ટ પર અનેક ફેન્સ પ્રેમ વરસાવી રહ્યાં છે. પોસ્ટ કર્યાના થોડાક જ કલાકમાં વાઈરલ થઈ ગઈ હતી અને તેના પર લાખો લાઈક આવી ચૂક્યા છે. જ્યારે યુઝર્સની સાથે-સાથે સેલેબ્રિટી પણ આ તસવીર પર કમેન્ટ કરી રહ્યાં છે.
અત્રે ઉલ્લેખનીય છે કે આ જ વર્ષે સપ્ટેમ્બર મહિનામાં દિપીકા અને રણવીરે દિકરીને જન્મ આપ્યો હતો અને ત્યારથી જ ફેન્સ આ લિટલ એન્જલની એક ઝલક જોવા માટે આતુર હતા. વર્ક ફ્રન્ટની વાત કરીએ તો દિવાળી પર જ રણવીર અને દિપીકાની ફિલ્મ સિંઘમ અગેન રીલિઝ થઈ છે, જે બોક્સ ઓફિસ પર સારું પ્રદર્શન કરી રહી છે.