નેશનલ

અયોધ્યામાં દીપોત્સવની ધૂમ, રસ્તાઓ પર લોકોની ભારે ભીડ

ધામધૂમથી કાઢવામાં આવી ઝાંખીઓની શોભાયાત્રા

દિવાળીની પૂર્વ સંધ્યાએ ભગવાન શ્રી રામની નગરી અયોધ્યામાં શનિવારે અભૂતપૂર્વ માનવ મહેરામણ જોવા મળ્યો હતો, જેમના દિલમાં આસ્થાનો દરિયો ઘુઘવતો હતો. આજે સવારે અહીં ધૂમધામથી ભગવાન રામના ચરિત્ર પર બનેલી 18 ભવ્ય અને દિવ્ય ઝાંખીની શોભાયાત્રા કાઢવામાં આવી હતી. આ યાત્રાને પર્યટન પ્રધાન જયવીર સિંહે ભગવો ધ્વજ દેખાડી રવાના કરી હતી. શ્રી રામના જીવન પર આધારિત ઝાંખીઓની આ શોભાયાત્રા અયોધ્યાના સ્કવેરથી રામ કથા પાર્ક સુધી કાઢવામાં આવી હતી.

આ દરમિયાન દેશના વિવિધ રાજ્યોના કલાકારોએ શોભાયાત્રા દ્વારા પોતાની આસ્થાની ભવ્ય અભિવ્યક્તિ કરી હતી. ભારતના તમામ મુખ્ય લોકનૃત્યોની શોભાયાત્રા જોવા માટે લોકોના ટોળા રસ્તાની બંને બાજુ પર એકઠા થયા હતા. વિવિધ સ્થળોએ ઝાંખીઓની આરતી પણ કરવામાં આવી હતી. સાંજે ભગવાન શ્રી રામને આવકારવા માટે અહીં દીપોત્સવ ભવ્ય રીતે ઉજવવામાં આવશે. અયોધ્યામાં જે ઝાંખી કાઢવામાં આવી છે તે પર્યટન વિભાગ અને માહિતી વિભાગ દ્વારા બનાવવામાં આવી છે.

માહિતી વિભાગની આ ઝાંખીઓમાં પુત્રેષ્ઠી યજ્ઞ અને સૌની સુરક્ષા, ભયમુક્ત સમાજ, ગુરુકુળ શિક્ષણ અને બાળકોના અધિકારો, પાયાનું શિક્ષણ, રામ સીતા વિવાહ અને દીકરીઓના લગ્ન માટે સરકાર દ્વારા કરવામાં આવતી વ્યવસ્થા, અહિલ્યા ઉત્થાન અને મિશન શક્તિ, મહિલા સુરક્ષા, મહિલા સન્માન, મહિલા સ્વતંત્રતા, 1090 અને 1076ની સુવિધાઓ, પંચવટી/વન અને પર્યાવરણ, રામેશ્વરમ સેતુ અને ઉત્તર પ્રદેશમાં પુલનું નિર્માણ, પુષ્પક વિમાન અને વિજ્ઞાન અને ટેકનોલોજી, બહેતર હવાઈ જોડાણ, કેવત સંદર્ભ અને સમાજ કલ્યાણ, રામ દરબાર અને બહેતર કાયદો અને વ્યવસ્થા, શબરી-રામ મિલાપ અને મહિલા કલ્યાણ, લંકા દહન અને ગુનેગારો અને જમીન માફિયાઓ વિરુદ્ધ અભિયાનના ટેબ્લો કાઢવામાં આવ્યા હતા. આ ઉપરાંત પર્યટન વિભાગની ઝાંખીમાં બાલ કાંડ, અયોધ્યા કાંડ, અરણ્ય કાંડ, કિષ્કિંધા કાંડ, સુંદરકાંડ, લંકા કાંડ અને ઉત્તરકાંડના સાત પ્રકરણો પર આધારિત સાત ટેબ્લો અને રામ રથની થીમ પર એક ઝાંખી રજૂ કરવામાં આવી હતી. .

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Hazi Mastanએ કેમ કર્યા Sona સાથે નિકાહ દેશની ટોપ ફાઈવ National Crush કોણ છે? મહારાષ્ટ્રનો ગરીબ જિલ્લો કયો? Mahashivratriએ શિવલિંગ પર શું ચડાવશો?