જમ્મુ-કાશ્મીરમાં વરસાદનું ઘટી રહેલું પ્રમાણ કઈ વાતનો આપે છે સંકેત?
શ્રીનગરઃ કાશ્મીરમાં 40 દિવસના શિયાળાના સૌથી આકરા સમયગાળા ચિલ્લે કલાંની 21 ડિસેમ્બરથી શરૂઆત થઈ ગઈ છે. ચિલ્લે કલાં એક ફારસી શબ્દ છે જેનો અર્થ ‘અતિશય ઠંડી’ થાય છે. આ સમય દરમિયાન શીતલહેર તેની ટોચ પર પહોંચશે અને કાશ્મીરના પર્વતો અઠવાડિયાઓ સુધી બરફથી ઢંકાયેલા રહેશે.
આ પણ વાંચો : કાશ્મીર થીજ્યુંઃ શનિવારની રાતે તોડ્યાં 50 વર્ષના રેકોર્ડ્સ
વરસાદનું પ્રમાણ ઘટી રહ્યું છે
આ મહિનાના અંત સુધીમાં કોઈ મોટી હવામાન પ્રવૃત્તિની આગાહી ન હોવાને કારણે જમ્મુ અને કાશ્મીરમાં છેલ્લા દોઢ મહિના દરમિયાન ઓછા વરસાદનું પ્રમામ વધીને 78 ટકા થયો છે. દક્ષિણ કાશ્મીરના શોપિયાં 1 ઓક્ટોબર, 2024થી 18 ડિસેમ્બર, 2024 સુધી 96 ટકાની ખોટ સાથે યાદીમાં ટોચ પર છે.
મળતી માહિતી અનુસાર છેલ્લા બે મહિનાથી ઘણા સ્થળોએ લાંબા સમયથી દુષ્કાળ ચાલુ હોવાથી જમ્મુ અને કાશ્મીરમાં દરેક પસાર થતા અઠવાડિયા સાથે ઓછા વરસાદના પ્રમાણમાં વધારો જોવા મળી રહ્યો છે.
પહેલી ઓક્ટોબર, 2024થી 19 ડિસેમ્બર, 2024 સુધી જમ્મુ-કાશ્મીરમાં ઓછા વરસાદનો દર વધીને 75 ટકા થયો છે. સામાન્ય 97.1 મીમી વરસાદ સામે જમ્મુ-કાશ્મીરમાં આ સમયગાળા દરમિયાન 21 મીમી વરસાદ નોંધાયો છે. સૌથી વધુ ઘટાડો શોપિયાંમાં 96 ટકા, પૂંચમાં 95 ટકા જ્યારે કુલગામ અને બડગામમાં અનુક્રમે 94 ટકા અને 90 ટકા ઘટાડો નોંધાયો છે.
શ્રીનગરમાં 87 ટકા ઓછો વરસાદ નોંધાયો છે. જો કે, જમ્મુ અને કાશ્મીરમાં સામ્બા એકમાત્ર સ્થળ છે જ્યાં સામાન્ય કરતાં વધુ વરસાદ નોંધાયો છે, જ્યારે સામાન્ય વરસાદ 41.76 મીમી છે, આ સમયગાળા દરમિયાન સ્ટેશન પર 47 મીમી વરસાદ નોંધાયો છે. આ સમયગાળા દરમિયાન કુપવાડામાં 41 ટકા ઓછો વરસાદ નોંધાયો છે.
આ પણ વાંચો : 40 દિવસ કાશ્મીર ઠરીને ઠીકરું થઈ જશેઃ આજ રાતથી શરૂ થશે ‘ચિલ્લે કલાં’ શું છે, જાણો?
હવામાન વિભાગે શું કરી છે આગાહી
હવામાન વિભાગે આગામી દિવસોમાં રાજ્યમાં વધુ વરસાદની આગાહી કરી છે. 26 ડિસેમ્બર સુધી હવામાન શુષ્ક રહેવાની ધારણા છે, પરંતુ 22 ડિસેમ્બરની રાત્રે પહાડી વિસ્તારોમાં હળવી હિમવર્ષા થવાની સંભાવના છે. 27 ડિસેમ્બરની રાતથી 28 ડિસેમ્બરની સવારની વચ્ચે હળવી હિમવર્ષા થઈ શકે છે, જેનાથી ખીણમાં ઠંડીનું પ્રમાણ વધવા લાગશે.