નેશનલ

ઉમેદવારનું મૃત્યુ મોકૂફ રખાયેલી રાજસ્થાનની ચૂંટણી પાંચ જાન્યુઆરીએ

નવી દિલ્હી-જયપુર: કૉંગ્રેસના ઉમેદવારના મરણને પગલે મોકૂફ રખાયેલી રાજસ્થાન વિધાનસભાની કરણપુર બેઠકની ચૂંટણી હવે પાંચ જાન્યુઆરી, ૨૦૨૪એ યોજાશે. એની મતગણતરી આઠ જાન્યુઆરીએ થશે એવી જાહેરાત ચૂંટણી પંચે મંગળવારે કરી હતી. ઉમેદવારીપત્ર સ્વીકારવાનું ૧૨ ડિસેમ્બરે શરૂ થશે અને ઉમેદવારીપત્ર ભરવાની છેલ્લી તારીખ ૧૯ ડિસેમ્બર હશે. ઉમેદવારીપત્રની ચકાસણી ૨૦ ડિસેમ્બરે કરાશે અને ઉમેદવારીપત્ર ૨૨ ડિસેમ્બર સુધી પાછા ખેંચી શકાશે. કરણપુર બેઠકની ચૂંટણી ૧૫ નવેમ્બરે મોકૂફ રાખાઈ હતી. ત્યારે પંચે એવો ખુલાસો કર્યો હતો કે લોકપ્રતિનિધિત્વ ધારા, ૧૯૫૧ હેઠળ માન્યતા પ્રાપ્ત રાજ્ય કે રાષ્ટ્રીય સ્તરના પક્ષના ઉમેદવારનું મરણ થાય તો રીટર્નિંગ ઓફિસર એ બેઠકની ચૂંટણી આગામી જાહેરનામા સુધી મોકૂફ રાખે છે. ચૂંટણી
પંચની કલમ ૫૨(૨) પ્રમાણે ચૂંટણી પંચ આ માન્યતા પ્રાપ્ત પક્ષને કહેવામાં આવે એના સાત દિવસની અંદર નવા ઉમેદવારને નામાંકિત કરવાનું જણાવે છે. રાજસ્થાનની ૨૦૦ બેઠકમાંથી ૧૯૯ બેઠકની ચૂંટણી ૨૫ નવેમ્બરે યોજાઈ હતી, પરંતુ કરણપુરની ચૂંટણી કૉંગ્રેસના ઉમેદવાર ગુરમીત સિંહ કૂનરનું મરણ થતાં મોકૂફ રખાઈ હતી.

ત્રીજી ડિસેમ્બરે જાહેર કરાયેલાં પરિણામોમાં ભાજપે કૉંગ્રેસ પાસેથી સત્તા આંચકી લીધી હતી. ભાજપે ૧૯૯માંથી ૧૧૫ બેઠક જીતી હતી, જ્યારે ગ્રાન્ડ ઓલ્ડ પાર્ટી કૉંગ્રેસે ૬૯ બેઠક જીતી હતી. કૉંગ્રેસ મતદાતાઓ શાસક પક્ષને જાકારો આપેે છે એ ત્રણ દાયકા જૂનો રીવાજ તોડી ન શકી. (એજન્સી)

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button