નવી દિલ્હી: હાલ ચીનના એક નવા વાયરસથી સમગ્ર વિશ્વમાં દહેશત છે. હ્યુમન મેટાપ્યુમોવાયરસ (HMPV)ના બે કેસ ભારતમાં નોંધાતા ખળભળાટ મચી ગયો છે. આજથી પાંચ વર્ષે પહેલા જ ચીનના વુહાન શહેરથી શરૂ થયેલી કોરોના વેરસે સમગ્ર વિશ્વમાં તે કાળો કહેર વાર્તાવ્યો હતો, તેને આપણે હજુ સુધી ભૂલી શક્યા નથી. કોરોના મહામારીના સમયની એ સ્થિતી હજુ આપણી આંખ સામે તરી રહે છે. ત્યાં જ હાલ ચીનના એક વાઇરસે ફરી ચિંતા પેદા કરી છે. પણ અત્યાર સુધીમાં ચીનથી અનેક વાઇરસ ફેલાય ચૂક્યા છે.
અનેક ઘાતક વાઇરસનું મૂળ ચીન જે વાઇરસની ગણના વિશ્વના ખતરનાક વાયરસમાં થાય છે, તેમાંના અનેક વાઇરસનું મૂળ ચીનમાં રહ્યું છે. આજની સ્થિતીએ આપણે એવું માનતા હોઈએ કે ચીનથી ફેલાયેલ સૌથી ખતરનાક રોગ કોરોના છે, પરંતુ હકીકતે તે ખોટું વિધાન છે. અહેવાલો અનુસાર ચીનમાંથી ઉદ્દભવ પામેલ સૌથી વિનાશક મહામારી પ્લેગ અથવા બ્લેક ડેથ હતો, જેણે આફ્રિકા, એશિયા અને યુરોપમાં 1346 થી 1353 સુધી કહેર વર્તાવ્યો હતો. આ મહામારીમાં અંદાજે 75 થી 200 મિલિયન લોકોએ જીવ ગુમાવ્યા હતા.
પ્લેગની ઘાતક લહેરો પ્લેગની લહેરોનો ઉદ્ભવ ચીનમાંથી થયો હતો. જેણે 6ઠ્ઠી, 14મી અને 19મી સદીમાં દુનિયામાં માનવજાતિના અસ્તિત્વ સમેય અનેક પ્રશ્નો ઊભા કર્યા હતા. જ્યારે છેલ્લા 100 વર્ષની જ વાત કરવામાં આવે તો પણ ચીનમાંથી 1918, 1957, 2002 અને 2019માં મહામારી ફેલાઈ હતી.
Also read:
1957-1959 વચ્ચે એશિયન ફ્લૂ વર્ષ 1957-1959 વચ્ચે વિશ્વમાં એક ભયંકર આફતની અસર જોવા મળી હતી. આ રોગચાળાને ‘એશિયન ફ્લૂ’ નામ આપવામાં આવ્યું હતું. કારણ કે તેનો ઉદ્ભવ ચીનથી થયો અને પછી તેનો ફેલાવો આખી દુનિયામાં થયો હતો. આ રોગચાળાની ઘાતક અસરો કેવી હશે તેનો અંદાજો એ વાત પરથી લગાવી શકાય છે કે માત્ર 2 વર્ષમાં જ આ ફ્લૂના કારણે દુનિયાભરમાં લગભગ 20 લાખ લોકોના મોત થયા હતા.
1918માં સ્પેનિશ ફ્લૂ વર્ષ 1918માં ‘સ્પેનિશ ફ્લૂ’ નામે એક મહામારી ફેલાઈ હતી હતી. ઘણા અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો છે કે તેની ઉત્પત્તિ પણ ચીનમાં થઈ હતી. 1918ની મહામારીને સદીની સૌથી ઘાતક મહામારી ગણાવવામાં આવે છે. આ રોગચાળાને કારણે, વિશ્વભરમાં 20 મિલિયનથી 50 મિલિયન લોકો મૃત્યુ પામ્યા હતા.
કેમ ચીન છે વાયરસનું ઉદગમ કેન્દ્ર? મોટાભાગે માનવ જાતિની સામે પડકારો ઉભા કરે તેવી મહામારીનું ઉદ્ભવ સ્થાન ચીન રહ્યું છે. તે પાછળ ઘણા કારણો રહેલા છે. ઘણા અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો છે કે ચીનથી વાયરસના ફેલાવા પાછળનું કારણ તેની ગીચ વસ્તી છે, જે પ્રાણીઓની ઘણી પ્રજાતિઓ સાથે ખુલ્લા સંપર્કમાં છે. વળી ત્યાં સ્વચ્છતાને લઈને ઘણી સમસ્યાઓ છે. અહેવાલોમાં એ બાબતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે ચીનમાં ચીનમાં તાજા માંસનો વપરાશ ઘણો વધારે છે અને ત્યાંનાં લોકો માને છે કે તાજું માંસ વધુ સ્વાદિષ્ટ હોય છે. અહીં ખુલ્લામાં માંસ કાપવું સામાન્ય છે, જેના કારણે હંમેશા વાયરસ ફેલાવાનો ખતરો રહે છે.