વર્લ્ડ કપમાં સતત બે સદી ફટકારનાર સાઉથ આફ્રિકાનો બીજો બેટ્સમેન બન્યો ડિ કોક | મુંબઈ સમાચાર

વર્લ્ડ કપમાં સતત બે સદી ફટકારનાર સાઉથ આફ્રિકાનો બીજો બેટ્સમેન બન્યો ડિ કોક

લખનઊ: વન-ડે વર્લ્ડ કપ ૨૦૨૩માં સાઉથ આફ્રિકાનો ઓપનર ક્વિન્ટન ડિ કોકે સતત બીજી સદી ફટકારી હતી. લખનઊના ઇકાના સ્ટેડિયમમાં ઑસ્ટ્રેલિયા સામેની મેચમાં ડિ કોકે સદી ફટકારી હતી. ડિ કોકે ૧૦૬ બોલમાં ૮ ચોગ્ગા અને ૫ છગ્ગાની મદદથી ૧૦૯ રનની ઇનિંગ રમી હતી.અગાઉ દક્ષિણ આફ્રિકાએ વન-ડે વર્લ્ડ કપ ૨૦૨૩ની પ્રથમ મેચ દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં શ્રીલંકા સામે રમી હતી. આ મેચમાં આફ્રિકા તરફથી ઓપનિંગ કરનાર ડિ કોકે ૧૦૦ રન ફટકાર્યા હતા. આફ્રિકાએ આ મેચમાં ૧૦૨ રનથી શાનદાર જીત નોંધાવી હતી. તે વર્લ્ડ કપમાં સતત બે સદી ફટકારનાર ચોથો ખેલાડી બન્યો હતો. ક્વિન્ટન વર્લ્ડ કપ ૨૦૨૩માં સતત બીજી સદી ફટકારનાર પ્રથમ ખેલાડી પણ બન્યો હતો. સાથે તે સાઉથ આફ્રિકાના પૂર્વ બેટ્સમેન એબી ડી વિલિયર્સના રેકોર્ડની પણ બરાબરી કરી હતી.

Back to top button