Tirupati Laddu Row: તિરુપતિ લાડુ વિવાદથી દુ:ખી ડેપ્યુટી સીએમ પવન કલ્યાણ, 11 દિવસના ઉપવાસ કરશે
નવી દિલ્હી : તિરુપતિ મંદિરમાં લાડુના(Tirupati Laddu Row)પ્રસાદમાં પ્રાણીઓની ચરબી મળી આવ્યા બાદ રાજકારણ ગરમાયું છે. જેમાં હવે આંધ્રપ્રદેશના ડેપ્યુટી સીએમ પવન કલ્યાણે આ ઘટના પર દુખ વ્યક્ત કર્યું છે.તેમજ પવન કલ્યાણે જાહેરાત કરી કે તે આ પાપનું પ્રાયશ્ચિત કરવા માટે 11 દિવસ સુધી ઉપવાસ રાખશે. આ માટે તેઓ 22 સપ્ટેમ્બરથી ગુંટુર જિલ્લાના નામ્બુર સ્થિત શ્રી દશાવતાર વેંકટેશ્વર સ્વામી મંદિરમાં 11 દિવસની “પ્રાયશ્ચિત દીક્ષા’ લેશે.
પવન કલ્યાણે સોશિયલ મીડિયા પર લખ્યું કે ” અમારી સંસ્કૃતિ, આસ્થા, વિશ્વાસ અને શ્રધ્ધાની ધર્મધુરી શ્રી તિરૂપતિ બાલાજી ધામના પ્રસાદને અપવિત્ર કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો. તેથી હું વ્યક્તિગત રીતે ખૂબ જ દુ:ખી થયો છું. અને સાચું કહ્યું તો અંદરથી છેતરાયા હોવાનો ભાવ અનુભવું છું. પ્રભુ વેંકટેશ્વરને મારી પ્રાથર્ના છે કે આ દુ:ખની ઘડીમાં મને અને તમામ સનાતનીઓને આ પોતાની કૃપાથી શકિત પ્રદાન કરે.
11 દિવસના ઉપવાસ પછી હું તિરુપતિ જઈશ અને માફી માંગીશ.
પવન કલ્યાણે આગળ લખ્યું કે, અત્યારે, આ જ ક્ષણે, હું ભગવાન પાસે ક્ષમા માંગી રહ્યો છું, હું તપસ્યા શરૂ કરવાની મારી પ્રતિજ્ઞા પૂર્ણ કરી રહ્યો છું, અને હું અગિયાર દિવસના ઉપવાસ માટે ધાર્મિક સંકલ્પ લઈ રહ્યો છું. અગિયાર-દિવસીય પ્રાયશ્ચિત દીક્ષાના અંતે 1લી અને 2જી ઓક્ટોબરે, હું તિરુપતિ જઈશ, ભગવાનના સાક્ષાત દર્શન કરીને ક્ષમા માંગીશ. આ રીતે પ્રભુ સમક્ષ મારી પ્રાયશ્ચિત દીક્ષા પૂર્ણ થશે. આ અગાઉ આ મુદ્દા પર પ્રતિક્રિયા આપતા પવન કલ્યાણે ‘સનાતન ધર્મ રક્ષા બોર્ડ’ની રચનાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.
પવનના નિશાના પર તત્કાલીન જગન સરકાર
આ પૂર્વે પવન કલ્યાણે ટ્વીટ કરીને જગન રેડ્ડી પર ઉગ્ર નિશાન સાધ્યું હતું. કલ્યાણે ટ્વીટ કર્યું હતું કે, અગાઉની સરકારના કાર્યકાળ દરમિયાન,તિરુપતિ બાલાજી પ્રસાદમાં પ્રાણીની ચરબી ભેળવવામાં આવી હતી. તત્કાલીન YCP સરકારે રચેલા TTD બોર્ડને ઘણા પ્રશ્નોના જવાબ આપવા પડશે.
સનાતન ધર્મ રક્ષા બોર્ડની તાત્કાલિક રચના કરવામાં આવે
આ સંદર્ભમાં, અમારી સરકાર શક્ય તમામ કડક પગલાં લેવા માટે પ્રતિબદ્ધ છે. પરંતુ, આ આખી ઘટના મંદિરોની પવિત્રતા, જમીન સંબંધિત મુદ્દાઓ અને અન્ય ધાર્મિક પ્રથાઓથી સંબંધિત ઘણા મુદ્દાઓ પર ગંભીર પ્રકાશ ફેંકે છે. હવે સમય આવી ગયો છે કે સમગ્ર ભારતમાં મંદિરો સંબંધિત તમામ મુદ્દાઓ પર વિચાર કરવા માટે રાષ્ટ્રીય સ્તરે સનાતન ધર્મ રક્ષા બોર્ડની તાત્કાલિક રચના કરવામાં આવે.
પ્રસાદને અપવિત્ર કરવાનો આરોપ
તાજેતરમાં એક લેબ રિપોર્ટને ટાંકીને, આંધ્ર પ્રદેશના મુખ્ય પ્રધાન એન. ચંદ્રબાબુ નાયડુએ અગાઉની જગન મોહન રેડ્ડી સરકાર પર પ્રસાદને અપવિત્ર કરવાનો આરોપ લગાવ્યો હતો.તેમણે કહ્યું હતું કે લેબ ટેસ્ટમાં ઘીના નમૂનામાં પ્રાણીની ચરબી હોવાની પુષ્ટિ થઈ છે જેમાંથી તિરુપતિ મંદિરનો લાડુ પ્રસાદ તૈયાર કરવામાં આવી રહ્યો હતો. જે બાદ સમગ્ર દેશમાં ભારે રોષ જોવા મળ્યો હતો.
Also Read –