નેશનલ

UP ના હરદોઈમાં ભયાનક માર્ગ અકસ્માત, DCM અને ઓટો વચ્ચે અથડામણમાં 10 લોકોનાં મોત

લખનઊઃ ઉત્તર પ્રદેશના હરદોઈમાં ઓટો અને ડીસીએમ વચ્ચે મોટો અકસ્માત થયો છે. જિલ્લાના બિલગ્રામ કોતવાલી વિસ્તારમાં કટરા બિલ્હૌર હાઈવે પર હીરા રોશનપુર ગામની સામે ડીસીએમ અને ઓટો વચ્ચે ટક્કર થઈ હતી. મળતી માહિતી મુજબ આ અથડામણમાં 10 લોકોના મોત થયા છે. જીવ ગુમાવનારાઓમાં 2 બાળકો, 6 મહિલાઓ, એક પુરુષ અને એક છોકરીનો સમાવેશ થાય છે. મૃત્યુ પામેલા તમામ લોકો ઓટોમાં મુસાફરી કરી રહ્યા હતા. અકસ્માતની જાણ થતાં જ આસપાસના લોકો દોડી આવ્યા હતા અને પોલીસને જાણ કરી હતી. આ અકસ્માતમાં ચાર જણ ગંભીર રીતે ઘાયલ પણ થયા છે. તેમને બિલગ્રામ સીએસસીથી જિલ્લા હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યા છે.

આ પણ વાંચો : દિલ્હીથી પુરી જતી ટ્રેન નંદનકાનન એક્સપ્રેસ પર ફાયરિંગ, મુસાફરોમાં ફફડાટ

આ ઘટનાની માહિતી આપતા હરદોઈના પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે ઑટો જ્યારે બિલગ્રામ પૂરઝડપે જઇ રહી હતી ત્યારે અચાનક તે પલટી ગઇ હતી. એ સમયે ડીસીએમએ ઓટોને કચડી નાખી હતી. અકસ્માત બાદ ડીસીએમનો ચાલક નાસી ગયો હતો. ઓટોમાં 15 લોકો સવાર હતા. મૃતકોમાં 6 મહિલાઓનો સમાવેશ થાય છે. આ સિવાય મૃતકોમાં ત્રણ બાળકો અને એક પુરુષનો પણ સમાવેશ થાય છે. કુલ 10 લોકોના મોત થયા છે જ્યારે ચાર લોકો ઘાયલ થયા છે. તેઓ ખતરાની બહાર છે, પરંતુ વધુ સારી સારવાર માટે જિલ્લા હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube  અને  X (Twitter) ને

Back to top button
ઘરમાં મચ્છરોના ત્રાસથી તમને આ કુદરતી ઉપાય બચાવશે Fat Belly થશે Flat, આ પાંચ ફ્રુટ્સ ચપટી વગાડતામાં ઓગાળશે પેટની ચરબી… …તો દુનિયાને ના મળી હોત Mercedesની લકઝુરિયસ કાર! આ રાશિના લોકો માટે લકી સાબિત થશે દિવાળી

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker