12 દિવસ પછી બાબા તરસેમ સિંહના શૂટરનું એન્કાઉન્ટર, જાણો હત્યાકાંડની હકીકત

હરિદ્વાર: તરસેમ સિંહ પંજાબ અને તરાઈમાં શિખોના જાણીતા છે. તરસેમ સિંહની હત્યાની જવાબદારી તરન તારનના ગામ મિયાવિંડમાં રહેવાસી સરબજીત સિંહે લીધી હતી. તરસેમ સિંહની હત્યા પછી રાજ્યની પોલીસ અને એસટીએફની ટીમ પણ હત્યારાની શોધમાં હતા. ઉત્તરાખંડ પોલીસે ઉધમસિંહ નગરના નાનકમત્તા ગુરુદ્વારા ડેરા કારસેવાના પ્રમુખ તરસેમ સિંહની હત્યાના કેસમાં મોટી સફળતા મળી હતી.
ગયા મહિને નાનકમત્તા સાહિબ ગુરુદ્વારા ડેરા કારસેવાના વડાને કથિત રીતે ગોળી મારનાર હુમલાખોરોમાંથી એક મંગળવારે વહેલી સવારે હરિદ્વાર જિલ્લામાં સ્પેશિયલ ટાસ્ક ફોર્સ અને પોલીસ સાથેના એન્કાઉન્ટરમાં માર્યો ગયો હતો.
પોલીસે જણાવ્યું હતું કે અન્ય એક આરોપી સરબજીત સિંહ સ્થળ પરથી ભાગી ગયો હતો અને તેને પકડવા માટે શોધખોળ ચાલી રહી છે. બાબા તરસેમ સિંહની ૨૮ માર્ચે ઉધમ સિંહ નગર જિલ્લામાં બે મોટરસાઇકલ પર સવાર માણસોએ ગુરુદ્વારાના પરિસરમાં ગોળી મારીને હત્યા કરી હતી.
મંગળવારે મધ્યરાત્રિએ હરિદ્વારના ભગવાનપુર વિસ્તારમાં પોલીસે મોટરસાઇકલ પર મુસાફરી કરી રહેલા આરોપીને રોકવાનું કહ્યું ત્યારે તેઓ રોકાયા નહીં અને કાલીયાર તરફ ભાગી ગયા હતા. પોલીસે બંનેનો પીછો કર્યો અને ત્યાર બાદ એન્કાઉન્ટર થયું જે દરમિયાન અમરજીત સિંહ ઉર્ફે બિટ્ટુને ગોળી વાગી હતી જ્યારે અન્ય આરોપી સરબજીત સિંહ નાસી છૂટ્યો હતો. અમરજીત સિંહને રૂરકી સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો જ્યાં ડૉક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો.
સ્પેશિયલ ટાસ્ક ફોર્સ અને પોલીસની ટીમ સરબજીત સિંહને શોધી રહી છે. આ બે હુમલાખોરો ઉપરાંત, પોલીસે નાનકમત્તા ગુરુદ્વારા પ્રબંધક સમિતિના વડા અને નિવૃત્ત અધિકારી હરબંસ સિંહ ચુગ, બાબા અનુપ સિંહ અને પ્રાદેશિક શીખ સંગઠનના ઉપાધ્યક્ષ પ્રિતમ સિંહ સંધુ સામે હત્યાના કેસમાં કેસ નોંધ્યો છે.
હવે આ કેસની વિગતે વાત કરીએ તો તસરેમ સિંહની 28મી માર્ચના સવારના છ વાગ્યાના સુમારે બાબા તરસેમ સિંહ ખુરશીમાં બેસીને આરામ કરી રહ્યા હતા ત્યારે બે લોકો એક બાઈક પર આવ્યા ત્યારે નજીકથી ગોળી મારી દીધી હતી. ત્રણ સેકન્ડમાં બે ગોળી મારીને બાબાની હત્યા કરી નાખી હતી.