નેશનલ

ઈસ્લામાબાદમાં ભારત-પાક વચ્ચે ડેવિસ કપ?

નવી દિલ્હી: આગામી ડેવિસ કપ ટેનિસ મેચ માટે ભારતીય ટીમને પાકિસ્તાન જવાની મંજૂરી મળી શકે છે. ઓલ ઈન્ડિયા ટેનિસ એસોસિએશન (એઆઈટીએ) એ શનિવારે આ માહિતી આપી હતી. એઆઈટીએએ તાજેતરમાં રમત મંત્રાલય પાસેથી સલાહ માગી હતી કે શું તે ત્રીજી અને ચોથી ફેબ્રુઆરીએ પાકિસ્તાનમાં યોજાનારી વર્લ્ડ ગ્રૂપ વન પ્લેઓફ માટે ટીમ મોકલી શકે છે. એઆઈટીએના જનરલ સેક્રેટરી અનિલ ધૂપરે ન્યૂઝ એજન્સી
પીટીઆઈને જણાવ્યું હતું કે અમને હજુ સુધી લેખિત મંજૂરી મળી નથી પરંતુ ટૂંક સમયમાં મળી જશે. અમને કહેવામાં આવ્યું છે કે આ દ્વિપક્ષીય શ્રેણી નથી અને તે આઇટીએ દ્વારા આયોજિત કરવામાં આવી રહી છે તેથી સરકાર આવી ટૂર્નામેન્ટમાં દખલ કરતી નથી.

તેમણે કહ્યું હતું કે આ માટે એક પ્રક્રિયા છે. રમતગમત મંત્રાલયે વિદેશ અને ગૃહ મંત્રાલયને વિનંતી મોકલી છે અને તેમના અભિપ્રાય પછી જ અંતિમ નિર્ણય લેવામાં આવશે. અમને ટૂંક સમયમાં મંજૂરી મળવાની આશા છે. અમે સ્પર્ધા અને પ્રવાસ માટે તૈયારી કરી રહ્યા છીએ.

દરમિયાન, પાકિસ્તાન ટેનિસ ફેડરેશને શનિવારે કહ્યું કે તે ઇસ્લામાબાદમાં યોજાનારી ડેવિસ કપમાં એઆઇટીએ ખેલાડીઓ અને અધિકારીઓની ભાગીદારી અંગે અંતિમ પૃષ્ટીની રાહ જોઈ રહ્યું છે. પીટીએફના પ્રમુખ સલીમ સૈફુલ્લાહે કહ્યું હતું કે એઆઇટીએફએ અમને વિઝા માટે ૧૧ અધિકારીઓ અને સાત ખેલાડીઓની યાદી મોકલી છે. અમે તેમના આવવાની અંતિમ પૃષ્ટીની રાહ જોઇ રહ્યા છીએ.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button