પરીક્ષામાં હિજાબ બેન પર ભડક્યા ઓવૈસી…
હૈદરાબાદ: ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઈત્તેહાદુલ મુસલમીન (AIMIM)ના પ્રમુખ અસદુદ્દીન ઓવૈસીએ કર્ણાટકમાં પરીક્ષાઓ દરમિયાન કથિત રીતે “હિજાબ પર પ્રતિબંધ” અને રાજ્યમાં અગાઉની ભારતીય જનતા પાર્ટી (ભાજપ) સરકાર દ્વારા લાદવામાં આવેલા પ્રતિબંધ માટે ટીકા કરી હતી. AIMIM ચીફએ તેલંગાણા કોંગ્રેસના અધ્યક્ષ એ. રેવંત રેડ્ડી પર નિશાન સાધતા તેમણે કહ્યું હતું કે તેઓ રાજ્યમાં ‘કર્ણાટક’ મોડલ લાગુ કરવા માંગે છે.
હૈદરાબાદના સાંસદ ઓવૈસીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એક પોસ્ટમાં કહ્યું હતું કર્ણાટકની કોંગ્રેસ સરકારે પરીક્ષાઓમાં હિજાબ પર પ્રતિબંધ મૂક્યો છે. કર્ણાટક પરીક્ષા ઓથોરિટીએ રાજ્યમાં 18 અને 19 નવેમ્બરના રોજ યોજાયેલી વિવિધ બોર્ડ અને કોર્પોરેશનોની ભરતી પરીક્ષાઓ માટે ડ્રેસ કોડ જારી કર્યા બાદ પરીક્ષા બોર્ડે કહ્યું હતું કે પરીક્ષા ખંડમાં ‘બ્લુટુથ’ ઉપકરણોના ઉપયોગને રોકવા માટે માથા પર કેપ અથવા અન્ય કોઈપણ કપડાં પહેરવા પર પ્રતિબંધ છે.
તેલંગાણા કોંગ્રેસના પ્રમુખ એ. રેવંત રેડ્ડી પર પ્રહાર કરતા ઓવૈસીએ કહ્યું કે, ‘તેલંગાણા કોંગ્રેસના વડા ‘આરએસએસ અણ્ણા’ તેલંગાણામાં ‘કર્ણાટક મોડલ’ લાગુ કરવા માંગે છે. આ કારણે તે હિઝાબનું અપમાન કરે છે. જો કે ઓવૈસી RSS સાથેના કથિત સંબંધોને લઈને રેડ્ડી પર વારંવાર નિશાન સાધતા રહ્યા છે.