ગુજરાત યુનિ.ની પરીક્ષાઓની તારીખોમાં ફેરફાર કરાયો | મુંબઈ સમાચાર

ગુજરાત યુનિ.ની પરીક્ષાઓની તારીખોમાં ફેરફાર કરાયો

(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: ગુજરાત યુનિવર્સિટીની 9મી અને 10મી તારીખે શરૂ થનારી પ્રથમ સેમેસ્ટરની પરીક્ષાઓને ફરીથી શેડ્યૂલ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે, આ નિર્ણય વાઈબ્રન્ટ ગુજરાત સમિટને આધીન કરવામાં આવ્યો છે. વાઈબ્રન્ટ ગુજરાતને કારણે ટ્રાફિક વિક્ષેપ ન થાય તે માટે અને યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને અસુવિધા ના થાય તથા સરળ લોજિસ્ટિકલ કામગીરીને સુનિશ્ચિત કરવાનો હેતુથી આ નિર્ણય લેવાયો છે.
ગુજરાત યુનિવર્સિટી દ્વારા મુલતવી રાખવામાં આવેલી પરીક્ષાઓની નવી તારીખો ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે, યુનિવર્સિટી તેના વિદ્યાર્થીઓની સરળતા અને સુવિધાને પ્રાથમિકતા આપશે, આ નિર્ણય શૈક્ષણિક મૂલ્યાંકનો માટે અનુકૂળ અને તણાવમુક્ત વાતાવરણ પૂં પાડવાની સંસ્થાની પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે, વિદ્યાર્થીઓને પરીક્ષાની નવી તારીખ અને સમયપત્રકની સત્તાવાર જાહેરાત આવનારા સમયમાં જાહેર થશે.ઉ

Back to top button