નેશનલ

“પપ્પા રાતે સૂતા સમયે કરે છે અશ્લિલ કામ…”સ્ટુડન્ટની વાત સાંભળી ટિચરના ઉડી ગયા હોશ

લુધિયાણા : અહીંના એક ગામમાંથી આંચકાજનક સમાચાર મળ્યા છે. એક સાવકા પિતાએ તેની સાવકી સગીર પુત્રી પર બળાત્કાર કરવાનો પ્રયાસ કર્યો અને તેની સાથે અશ્લીલ કૃત્ય કર્યું હતું. આ મામલે શિમલાપુરી પોલીસ સ્ટેશનની પોલીસે સાવકા પિતાની ધરપકડ કરી છે. પોલીસે તેની પત્નીના નિવેદનના આધારે આરોપી વિરુદ્ધ બળાત્કારનો પ્રયાસ, પોક્સો એક્ટનું ઉલ્લંઘન અને જાનથી મારી નાખવાની ધમકી આપવાના આરોપમાં કેસ નોંધ્યો છે.

આરોપીની ઓળખ દેવ રાજ તરીકે થઈ છે. પોલીસે આરોપી અને સગીરનું મેડિકલ ચેકઅપ કરાવ્યું છે. પોલીસે આરોપીને કોર્ટમાં રજુ કરી રિમાન્ડ મેળવ્યા છે. મળતી માહિતી મુજબ સગીરા લાંબા સમયથી ભણવામાં ધ્યાન નહોતી આપી શકતી. તે ડરી ડરી અને સહેમી સહેમી રહેતી હતી. શિક્ષીકાને પણ હંમેશા બોલતી ચાલતી હસમુખી રહેતી સગીરાની વર્તણૂંક સંશયસ્પદ લાગતા સગીરાને પોતાની પાસે બોલાવીને પ્રેમથી તેને માથે હાથ ફેરવીને તેને ડરનું કારણ પૂછ્યું હતું ત્યારે આ આખો મામલો પ્રકાશમાં આવ્યો હતો. શિક્ષીકાના પ્રેમ ભરેલા વર્તનથી સગીરાને વિશ્વાસ આવ્યો અને તેણે તેના સાવકા પિતાની અશ્લિલ હરકતો વિશે તેમને જાણ કરી હતી, જે સાંભળીને શિક્ષીકાના પગ તળેથી જમીન ખસી ગઇ હતી. શિક્ષીકાએ ત્યાર બાદ બાળ કલ્યાણ સમિતિના અધિકારીઓનો સંપર્ક કર્યો અને તેઓએ સગીરા સાથે વાત કરી હતી અને બાદમાં શિમલાપુરી પોલીસ સ્ટેશનને જાણ કરી હતી.

સગીરાની માતાએ પોલીસને તેના નિવેદનમાં જણાવ્યું હતું કે આરોપી સાથે વર્ષ 2021માં તેના બીજા લગ્ન થયા હતા. લગ્નના બે વર્ષ પછી તેના બીજા પતિએ તેની 14 વર્ષની પુત્રી પર ખરાબ નજર રાખવાનું શરૂ કર્યું હતું. તેની પુત્રીએ જણાવ્યું કે રાત્રે સૂતી વખતે તેના સાવકા પિતાએ તેની સાથે અશ્લિલ હરકતો કરતા હતા અને ક્યારેક સેક્સ માટે બળજબરી પણ કરતા હતા. સગીરાએ જણાવ્યું કે તેના સાવકા પિતા તેને ધમકી આપતા હતા કે જો તે વિરોધ કરશે તો તેઓ તેને જાનથી મારી નાખશે. આરોપીની આવી હરકતોને કારણે તે માનસિક રીતે પરેશાન રહેતી હતી. તપાસ અધિકારીએ કહ્યું કે સગીરાનું નિવેદન પણ કોર્ટમાં નોંધવામાં આવી રહ્યું છે.

હાલમાં તો આ નરાધમ પિતા પોલીસ લૉકઅપમાં બંધ છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button