કેન્દ્રીય કમર્ચારીઓની દશેરા નહીં દિવાળીઃ મોંઘવારી ભથ્થું વધાર્યું સરકારે

આવતીકાલે આખો દેશ દશેરા ઉજવશે, પરંતુ કેન્દ્રીય કમર્ચારીઓને તો આજે જ દિવાળી ઉજવવાનું બહાનું મળી ગયું છે. કેન્દ્રીય કેબિનેટે કેન્દ્રીય કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 3 ટકાનો વધારો કરવાનો નિર્ણય લીધો છે. DA Hike થતાં કર્મચારીઓને 55 ટકાને બદલે 58 ટકા મોંઘવારી ભથ્થું મળશે. વળી, આ વધારો 1લી જુલાઈ, 2025થી અમલમાં મૂકવામાં આવશે. આ વધારો તમામ કેન્દ્રીય કમર્ચારીઓ, પેન્શનર્સ અને ફેમેલી પેન્શનર્સને મળશે. સાતમા વેતન હેઠળ કરવામાં આવેલો આ વધારાને લીધે દિવાળીની ખરીદી જોરશોરથી કમર્ચારીઓ કરશે, તેમ માનવામાં આવે છે.
સરકાર વર્ષમાં બે વાર મોંઘવારી ભથ્થાં અંગે નિર્ણય લઈ તેમાં વધારો કરે છે. મોંઘવારી ભથ્થું અને મોંઘવારી રાહત આ બન્નેની જાહેરાત થઈ ગઈ છે.
સેલરી અનુસાર વધારાને સમજીએ તો માનો કે કોઈનું માસિક વેતન રૂ. 40,000 છે તો મહિને રૂ. 1,200 તેને વધારે મળશે. આ જાહેરાતનો લાભ 48 લાખ કેન્દ્રીય કમર્ચારી અને 68 લાખ પેન્શનર્સને મળશે.