
હૈદરાબાદ : ભારતમાં બંગાળની ખાડીમાંથી ઉદ્ભવેલુ ચક્રવાત “મોન્થા” આંધ્રપ્રદેશના કાકીનાડા અને મછલીપટ્ટનમ વચ્ચેના દરિયાકાંઠે ત્રાટક્યું છે. જેની બાદ તે હવે ઓડિશા અને પશ્ચિમ બંગાળ તરફ આગળ વધી રહ્યું છે. લેન્ડ ફોલ થયા બાદ ચક્રવાતની ગતિ 110 કિલોમીટર પ્રતિ કલાકથી થઈ છે.ચક્રવાતના લેન્ડ ફોલ બાદ દરિયાકાંઠાના વિસ્તારોમાં સેંકડો ઘરો અને વૃક્ષોને વ્યાપક નુકસાન થયું છે. તેમજ હવાઈ અને રેલવે સેવાઓને પણ અસર થઈ છે. જયારે 10,000 થી વધારે લોકો પ્રભાવિત થયા છે.
52 ફ્લાઇટ્સ રદ કરવામાં આવી
ચક્રવાત મોન્થાના પગલે આંધ્રપ્રદેશ સરકારે 22 જિલ્લાઓમાં 3,174 શેલ્ટર હોમ બનાવ્યા છે. જયારે આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમ, વિજયવાડા અને તિરુપતિ એરપોર્ટથી 52 ફ્લાઇટ્સ રદ કરવામાં આવી છે. દક્ષિણ મધ્ય રેલ્વે ઝોનની કુલ 120 ટ્રેનો રદ કરવામાં આવી છે. એનડીઆરએફની 25 ટીમો તૈનાત કરવામાં આવી છે અને 20 ટીમોને એલર્ટ પર રાખવામાં આવી છે.
આ ઉપરાંત ચક્રવાત મોન્થાના પગલે સીએમ ચંદ્રાબાબુ નાયડુ રાતભર કંટ્રોલ રૂમમાં રહ્યા હતા. તેમજ સ્થિતી પર ધ્યાન રાખ્યું હતું. ચક્રવાતના લીધે આંધ્રપ્રદેશ, તમિલનાડુ, ઓડિશા અને પશ્ચિમ બંગાળના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ અને ભારે પવન ફૂંકાઈ રહ્યો છે. આંધ્રપ્રદેશ આ વાવાઝોડાનો સૌથી વધુ ભોગ બન્યું છે.
Two monsters on the move .
— INTERNATIONAL HUMAN RIGHTS – INHRF (@DirectorINHRFHC) October 29, 2025
Hurricane Melissa menacing the Caribbean and Cyclone Montha roaring toward India’s east coast.
Different continents, same fear, same prayers.
May strength shield those in harm’s way,from Jamaica to Andhra from Kingston to Kolkata.#Montha pic.twitter.com/1jlLYO1xJs
પશ્ચિમ બંગાળમાં 31 ઓક્ટોબર સુધી ભારે વરસાદની ચેતવણી
મોન્થા ચક્રવાતની અસર પશ્ચિમ બંગાળ પર થવાની છે. જેમાં 24 પરગણા, મેદિનીપુર અને બીરભૂમ સહિત અનેક જિલ્લાઓ અને પહાડી વિસ્તારોમાં ભારે વરસાદ અને ભૂસ્ખલનની સંભાવના છે. હવામાન વિભાગે દાર્જિલિંગ, કાલિમપોંગ, અલીપુરદુઆર અને કૂચ બિહાર જિલ્લાઓ માટે 31 ઓક્ટોબર સુધી ભારે વરસાદની ચેતવણી આપી છે.
ઓડિશામાં એનડીઆરએફ અને સ્થાનિક બચાવ દળની 140 બચાવ ટીમો તૈનાત
ઓડિશામાં 5,000 થી વધુ કર્મચારીઓ અને એનડીઆરએફ અને સ્થાનિક બચાવ દળની 140 બચાવ ટીમો તૈનાત કરવામાં આવી છે. જયારે 9 જિલ્લાઓમાં 30 ઓક્ટોબર સુધી શાળાઓ અને આંગણવાડીઓ બંધ રહેશે. સરકારી કર્મચારીઓની રજા રદ કરવામાં આવી છે.



