ટોપ ન્યૂઝનેશનલ

સાઈકલોન ‘Fengal’ આ રાજ્યોમાં તારાજી સર્જશે, રેડ એલર્ટ જાહેર

ચેન્નઈ: બંગાળની ખાડીમાં ફરી એક વાર વાવઝોડું તૈયાર થઇ રહ્યું છે, આ સાઈકલોનને ‘Fengal’ નામ આપવામાં આવ્યું છે. હવામાન વિભાગનું અનુમાન છે કે બંગાળની ખાડીમાં બનેલું ડીપ પ્રેશર એરિયા ટૂંક સમયમાં વાવાઝોડામાં ફેરવાઈ જશે. જેના કારણે દક્ષિણ ભારતના ઘણા રાજ્યોમાં ભારે વરસાદ પડી શકે છે. સાઈકોલનને ધ્યાનમાં રાખીને હવામાન વિભાગે રેડ એલર્ટ જાહેર કર્યું છે.

બુધવારે, વાવાઝોડું ત્રિંકોમાલીથી લગભગ 120 કિમી દક્ષિણ-પૂર્વમાં હતું. નાગાપટ્ટિનમથી 370 કિમી દક્ષિણ પૂર્વમાં, પુડુચેરીથી 470 કિમી દક્ષિણ પૂર્વમાં અને ચેન્નાઈથી 550 કિમી દક્ષિણ પૂર્વમાં હતું. હવામાન વિભાગ સાઈકલોન પર સતત નજર રાખી રહ્યું છે.


Also read: ‘ફેંગલ’ ચક્રવાતનો ખતરોઃ દક્ષિણ ભારતમાં ભારે વરસાદ અને ઝડપી પવન ફૂંકાશે


આ વિસ્તારોમાં ત્રાટકી શકે છે આ વાવાઝોડું:
વાવાઝોડાને કારણે તમિલનાડુના દરિયાકિનારાના વિસ્તારોમાં તારાજી સર્જાઈ શકે છે. દરિયામાં ઊંચા મોજાં ઉછળી રહ્યાં છે. સ્કાયમેટ વેધર અનુસાર, બંગાળની ખાડીમાં બનેલા લો પ્રેશર ઝોનને કારણે શ્રીલંકાના ઘણા ભાગોમાં વરસાદ થઇ રહ્યો છે. આ સમયગાળા દરમિયાન જાફના અને મુલૈતિવુમાં ભારે વરસાદ થયો છે.

આ દરમિયાન તમિલનાડુમાં પણ વરસાદ પડી રહ્યો છે. તમિલનાડુના કુડ્ડલોર, કરાઈકલ, અથિરમપટ્ટિનમ, પરંગીપેટ્ટાઈ, મીનામ્બક્કમ સહિત ઘણા જિલ્લાઓમાં ભારે વરસાદ પડી રહ્યો છે.


Also read: ફેંગલ ચક્રવાતથી ભારે વરસાદનું એલર્ટ, તબાહી મચાવશે વાવાઝોડું…


એરલાઈન કંપનીએ એડવાઈઝરી જાહેર કરી છે:
સાઈકલોન Fengal તમિલનાડુના દરિયાકાંઠે અથડાશે તો સૌથી વધુ નુકસાન તમિલનાડુમાં થઇ શકે છે. આ ઉપરાંત વાવઝોડાની અસર આંધ્રપ્રદેશ અને ઓડિશામાં પણ જોવા મળી શકે છે. સ્કાયમેટ વેધર અનુસાર, ચક્રવાતી તોફાન કાં તો આંધ્રપ્રદેશના દક્ષિણ તટીય ભાગોમાં ત્રાટકી શકે છે અથવા તે દરિયાકાંઠાની ખૂબ નજીક જશે.

વાવાઝોડાને ધ્યાનમાં રાખીને તમિલનાડુમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. વાવાઝોડાને કારણે ઈન્ડિગોએ ફ્લાઈટ્સ માટે એડવાઈઝરી જાહેર કરવામાં આવી છે, જેમાં કહેવામાં આવ્યું છે કે ચેન્નઈ, તુતીકોરીન અને મદુરાઈ જતી અને જતી ફ્લાઈટ્સ પ્રભાવિત થઈ રહી છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button