ટોપ ન્યૂઝનેશનલ

Cyclone Dana ઓડિશા અને પશ્ચિમ બંગાળના દરિયાકાંઠે ટકરાયું, 110 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાયો, ભારે વરસાદ અને વૃક્ષો ધરાશાયી

નવી દિલ્હી : ઓડિશા અને પશ્ચિમ બંગાળમાં ચક્રવાત દાનાની(Cyclone Dana)અસર જોવા મળી રહી છે. ચક્રવાતી તોફાન ‘દાના’ ઓડિશાના દરિયાકાંઠે ટકરાયું છે. આ દરમિયાન પવનની ઝડપ 110 કિલોમીટર પ્રતિ કલાકની રહી હતી. તોફાનની અસર ઓડિશા અને બંગાળમાં જોવા મળી રહી છે. ઘણી જગ્યાએ ભારે પવન સાથે વરસાદ પડી રહ્યો છે. ઓડિશાના કેટલાક ભાગોમાં ભારે પવન અને ભારે વરસાદને કારણે વૃક્ષો ધરાશાયી થયા હતા.

ચક્રવાત દાનાના કારણે ટ્રેનો અને ફ્લાઈટ્સ રદ કરવામાં આવી

ઓડિશાના 14 જિલ્લાઓમાંથી લગભગ 10 લાખ લોકોને સલામત સ્થળે મોકલવામાં આવ્યા છે. ખતરાને જોતા NDRF, SDRF અને કોસ્ટ ગાર્ડને તૈનાત કરવામાં આવ્યા છે. ચક્રવાતી વાવાઝોડાને કારણે રેલ અને હવાઈ સેવાઓ પણ પ્રભાવિત થઈ છે. 500 થી વધુ ટ્રેનો રદ કરવામાં આવી છે. જ્યારે ઓડિશા અને બંગાળમાં 16 કલાક માટે ફ્લાઈટ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.

ઓડિશામાં ડાના વાવાઝોડાને કારણે નુકશાન

ભારે પવન અને ભારે વરસાદને કારણે ઓડિશાના ભદ્રકના ધામરામાં તબાહી જોવા મળી હતી. રાજ્યમાં ચક્રવાતી તોફાન દાના આગમનની પ્રક્રિયા ચાલી રહી છે. ચક્રવાત ‘દાના’ને જોતા બીજુ પટનાયક ઈન્ટરનેશનલ એરપોર્ટ બંધ છે. જ્યાં તમામ ફ્લાઈટ્સ સ્થગિત કરવામાં આવી છે.

Also Read – Cyclone Dana: લેન્ડફોલ પહેલા ઓડિશા અને બંગાળ એલર્ટ પર, ટ્રેનો અને ફ્લાઈટ્સ રદ, NDRF તૈનાત

પશ્ચિમ બંગાળના પૂર્વ મેદિનીપુરમાં સૌથી વધુ અસર

ચક્રવાતની સૌથી વધુ અસર પશ્ચિમ બંગાળના પૂર્વ મેદિનીપુરમાં જોવા મળી રહી છે અને દિઘા જેવા સ્થળોએ ભારે વરસાદ થયો છે. તૂટેલી વીજ લાઈનોને કારણે ઘણી સેવાઓ ઠપ થઈ ગઈ હતી. અનેક જગ્યાએ વૃક્ષો ધરાશાયી થયા હતા. અધિકારીઓ એલર્ટ પર છે. NDRF,SDRF અને કોસ્ટ ગાર્ડને તૈનાત કરવામાં આવ્યા છે. રાજ્ય સરકારની સાથે કેન્દ્ર સરકાર પણ પરિસ્થિતિ પર સતત નજર રાખી રહી છે.

Back to top button
પ્રેમભર્યો સ્પર્શ કરી શકે છે આ ચમત્કાર દિવાળી પર 40 વર્ષ બાદ થશે શુક્ર-ગુરુની યુતિ, ચાર રાશિના જાતકોને ચાંદી જ ચાંદી… આ ફૂલ કે જડીબુટ્ટી ટ્રેનના બંને પાટા વચ્ચે કેટલું અંતર હોય છે? 99 ટકા લોકોને નથી ખબર સાચો જવાબ…

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker