Cyberattacks: એક હજાર કરોડના password leak થવાના અહેવાલથી ખળભળાટ

નવી દિલ્હીઃ સાયબર સિક્યોરિટીને લઈ સરકાર દ્વારા સતર્ક હોવાના દાવા કરવામાં આવે છે, પરંતુ તાજેતરમાં સાયબર હેકર્સ દ્વારા 1,000 કરોડના પાસવર્ડ લીક થયા છે, જે અત્યાર સુધીના સૌથી મોટા ડેટાનો મામલો હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.
મીડિયાના અહેવાલ અનુસાર ઓબામાકેર નામના હેકર્સે 995 કરોડ પાસવર્ડ લીક કર્યા છે, જ્યારે રોકીયુ2024ના રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે સમગ્ર દુનિયામાં સિંગલ લેવલ પર ઉપયોગ કરવામાં આવેલો પાસવર્ડ લીક કરવામાં આવ્યો છે, જેમાં અનેક પાસવર્ડ સેલિબ્રિટીઝ વગેરેના છે. મીડિયાના અહેવાલ અનુસાર ઓબામાકેર નામના એક યૂઝરે એક ફાઈલ પોસ્ટ કરી છે. આ ફાઈલનું નામ રોકીયુ2024.ટેક્સ્ટ છે. આ ફાઈલમાં ઉપલબ્ધ ડેટા છે.
આ પણ વાંચો : ચીન પૂર્વ લદ્દાખમાં પેંગોંગ લેકની નજીક ખોદકામ કરી રહ્યું છે, સેટેલાઇટ ઈમેજમાં ખુલાસો
Rockyou2024માં અનેક સેલિબ્રિટીઝની વિગતો, તેમના એકાઉન્ટના ગેરકાયદે એક્સેસ પણ લેવામાં આવ્યા હોવાનું કહેવાય છે. Rockyou2024એ પહેલી વખત ડેટા લીક કર્યો નતી. રિપોર્ટમાં જણાવ્યું છે કે આ અગાઉ 8.4 અબજ પ્લેન ટેક્સ્ટ પાસવર્ડ હેકર્ટ દ્વારા લીક કરવામાં આવ્યા હતા. નિષ્ણાતોએ જણાવ્યું છે કે સાયબર સુરક્ષા માટે બનાવવામાં આવેલા નિયમ અને કાયદાનું પાલન કરો અને પોતાને સુરક્ષિત રાખો.
હેકર્સ દ્વારા પોસ્ટ કરવામાં આવેલી ફાઈલમાં ભારતીયનો ડેટા સામેલ છે કે નહીં તેના અંગે કોઈ માહિતી આપવામાં આવી નથી. આમ છતાં વૈશ્વિક રીતે અપીલ કરવામાં આવી છે કે તમારા બચાવ માટે તમારા એકાઉન્ટના પાસવર્ડને રિસેટ કરો અને એની સાથે સ્ટ્રોંગ પાસવર્ડનો ઉપયોગ કરો. એની સાથે લોગઈન માટે મલ્ટિ ફેક્ટર ઓથેન્ટિકેશનનો ઉપયોગ કરો. તમામ વેસબાઈટ માટે અલગ અલગ પાસવર્ડનો ઉપયોગ કરો. ઉપરાંત, એક જ પાસવર્ડનો ઉપયોગ તમામ જગ્યાએ કરશો નહીં.