અજાણ્યા નબંર પરથી કોલ આવે તો સાવધાન! 70 વર્ષની મહિલા બની ડિજિટલ અરેસ્ટનો શિકાર…

ભારતમાં સાયબર ક્રાઈમની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. છાશવારે સાયબર ક્રાઈમ (Cyber Crime) ની ઘટના સામે આવતી હોય છે. સાયબર ઠગો પણ લોકો પાસેથી રૂપિયા ખંખેરવા માટે નવી નવી રીતો અપનાવે છે. અત્યારે સાયબર ઠગોએ ડિજિટલ અરેસ્ટ (Digital Arrest)નો કિમીયો અપનાવ્યો છે. ફરી એક નવો બનાવ બન્યો છે જેમાં સાયબર ઠગોએ 70 વર્ષની મહિલાને ડિજિટલ અરેસ્ટનો શિકાર બનાવી છે. 70 વર્ષીય મહિલાને સાયબર ઠગોએ મની લોન્ડરિંગ (Money laundering) મામલે ફસાવી દેવાની ધમકી આપીને 5 દિવસ સુધી ડિજિટલ અરેસ્ટ રાખી. એટલું જ નહીં પરંતુ મહિલા પાસેથી 29.10 લાખ રૂપિયા પણ પડાવી લીધા હોવાનું સામે આવ્યું છે.
Also read : Cyber Fraud રોકવા RBI નો મોટો નિર્ણય, બેંકો માટે શરૂ કરશે આ સુવિધા
તમારા આધાર કાર્ડનો ઉપયોગ મની લોન્ડરિંગ માટે થયો છેઃ સાયબર ઠગો
સાયબર ઠગોએ પહેલા મહિલાને ધમકીઓ આપી અને સતત 5 દિવસ દિલ્હીથી લઈને મુંબઈ સુધી ડિજિટલ અરેસ્ટ રાખ્યાં, ત્યાર બાદ એફીડી (FD) તોડાવી અને અલગ અલગ ખાતામાં 29.10 લાખ રૂપિયા જમા કરાવડાવ્યા. જો કે, બાદમાં મહિલાને અહેસાસ થયો કે તેની સાથે ફ્રોડ કરવામાં આવ્યું છે તો પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવી હતી. આ કેસમાં મહિલાએ જણાવ્યું કે, તેને કોઈ અજાણ્યા નંબરથી ફોન આવ્યો હતો અને પોતે પોલીસ અધિકારી હોવાનું જણાવ્યું હતું જેથી મહિલા ગભરાઈ ગઈ હતી. સાયબર ઠગોએ મહિલાને કહ્યું કે, તમારા આધાર કાર્ડનો ઉપયોગ મની લોન્ડરિંગ માટે થયો છે. જો મહિલા પોતે નિર્દોષ છે તેવું સાબિત નહીં કરે તો તેના પર કેસ કરવામાં આવશે તેવી ધમકીઓ આપી હતી.
ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી લાખો રૂપિયા પડાવ્યાં
સાયબર ઠગો પહેલા લોકોને ખોટા કેસની ધમકીઓ આપે છે અને આ દરમિયાના સામે વાળા પાસે કેટલી સંપત્તિ છે તેની વિગતો પણ જાણી લે છે. અહી પણ એવું જ થયું પહેલા સાયબર ઠગોએ વૃદ્ધ મહિલાને મની લોન્ડરિંગ કેસની ધમકી આપી હતી. પછી સંપત્તિ બાબતે પૂછ્યુ તો મહિલાએ પણ પોતાની પાસે લાખો રૂપિયાની સંપત્તિ હોવાનું જણાવી દીધું હતું. જેથી તારીખ 17 ડિસેમ્બરે આરોપીઓએ મહિલા પાસેથી 3.8 લાખ રૂપિયા ખાતામાં જમા કરાવ્યાં હતા. ત્યાર બાદ ફરી 18 ડિસેમ્બરે ફોન આવ્યો અને રૂપિયાની માંગણી કરી હતી. જો કે, બેંકમાં કામ ના થયું તો સાયબર ઠગોએ મહિલાને મુંબઈથી દિલ્હી જવા માટે કહ્યું અને પોતાની એફડી તોડાવીને 25.3 લાખ રૂપિયા તેમના ખાતામાં જમા કરાવી દીધા.
મહિલા શંકાઓ થઈ એટલે જમાઈને હકીકત જણાવી
આટલા રૂપિયા આપવા છતાં પણ મહિલાને કોઈના પર શંકા ગઈ નહીં. પરંતુ ફરી જ્યારે પૈસા માટે ફોન આવ્યો એટલે મહિલા શંકાઓ થઈ અને આ મામલે પોતાના જમાઈને કહ્યું હતું. હવે આ સમગ્ર મામલે રોહિણી સાયબર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. પોલીસે પણ આ મામલે આગળની તપાસ હાથ ધરી દીધી છે. પોલીસે વારંવાર કહ્યું કે, આવી રીતે કોઈનો પણ ફોન, મેસેજ કે ઈમેઈલ આવે તો સાયબર ક્રાઈમમાં જાણ કરો. તેમ છતાં પણ રોજ કોઈને કોઈ સાયબર ઠગોનો શિકાર બને છે.
સાયબર ઠગોથી કેવી રીતે બચવું?
સોશિયલ મીડિયા દ્વારા આવતા અજાણ્યા ફોન, ઇમેઇલ્સ અથવા સંદેશાઓથી સાવધાન રહો. ગૂગલ પ્લે સ્ટોર કે એપલ એપ સ્ટોર પર ન હોય તેવી એપ્સ ડાઉનલોડ કરવાનું ટાળો.
તમારી વ્યક્તિગત નાણાકીય માહિતી જેમ કે લોગિન આઈડી, પાસવર્ડ, બેંક વિગતો અથવા OTP કોઈની સાથે શેર કરશો નહીં. જો તે ફાઇનાન્સ સંબંધિત એપ્લિકેશન છે, તો નોંધણી નંબર પણ ચોક્કસપણે તપાસો.
રોકાણ કરવાની સલાહ આપનાર વ્યક્તિ, જૂથ અને નિષ્ણાતની તપાસ કરવા માટે, ખાતરી કરો કે તેમની પાસે SEBI અથવા RBI દ્વારા જારી કરાયેલ લાઇસન્સ છે કે નહીં.
Also read : Cyber Fraud પર નિયંત્રણ માટે સરકારે લોન્ચ કરી એપ્લિકેશન…
આવા કોઈ ફોન કે મેસેજ આવે અને તમને ડરાવીને કેસ કરવાની ધમકી આપે તે 1930 પર કોલ કરીને ફરિયાદ કરો. અથવા https//cybercrime.gov.in/ પર જઈને પણ ફરિયાદ દાખલ કરાવી શકો છો.