શેરબજારમાં નફાની લાલચ આપી 2. 89 કરોડનું સાયબર ફ્રોડ, પોલીસે તપાસ શરુ કરી | મુંબઈ સમાચાર

શેરબજારમાં નફાની લાલચ આપી 2. 89 કરોડનું સાયબર ફ્રોડ, પોલીસે તપાસ શરુ કરી

નોઈડા : દેશમાં ઇન્ટરનેટના વધેલા વ્યાપ સાથે સાયબર ક્રાઈમના કિસ્સામાં પણ વધારો થઈ રહ્યો છે. જેમાં પણ શેરબજારના માધ્યમથી ટૂંકા ગાળામાં વધુ નાણા કમાવવાની લાલચમાં લોકો છેતરાઈ રહ્યા છે. આવો જ એક કિસ્સો ઉત્તર
પ્રદેશના નોઈડામાં પ્રકાશમાં આવ્યો છે. જેમાં સાયબર ઠગોએ શેર બજારમાં 30 ટકા નફાની લાલચ આપીને નિવૃત પ્રોફેસરને 2. 89 કરોડનો ચુનો લગાવ્યો છે. પોલીસે આ અંગે ફરિયાદ નોંધીને તપાસ હાથ ધરી છે.

આ અંગે ઉત્તર પ્રદેશના નોઈડા પોલીસને મળેલી ફરિયાદ મુજબ સાયબર ઠગોએ વોટસએપના માધ્યમથી નિવૃત પ્રોફેસરનો સંપર્ક કર્યો હતો. જેમાં તેમને શેર બજારના રોકાણ કરીને 30 ટકા નફાની લાલચ આપીને સમગ્ર છેતરપીંડી કરી હતી. આ અંગે જયારે પ્રોફેસરને ખબર પડી ત્યારે તેમને પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.

વોટ્સએપ પર મેસેજ આવ્યો હતો

નોઈડાના સાયબર ક્રાઈમના નાયબ પોલીસ અધિક્ષક પ્રીતિ યાદવના જણાવ્યા અનુસાર સેક્ટર-36 માં રહેનારા નિવૃત પ્રોફેસર રામકૃષ્ણ શિવપુરીએ પોલીસમાં ફરિયાદ કરી છે. તેમણે જણાવ્યું કે તેમને એક એપ્રિલના રોજ વોટ્સએપ પર મેસેજ આવ્યો હતો. તેની બાદ એક કોલ પણ આવ્યો હતો. તેમજ ફોન કરનારે પોતાનું નામ કીર્તિ શરાફ જણાવ્યું હતું અને તેણે કોલકાતા સ્થિત એબોટ વેલ્થ મેનેજમેન્ટ કંપનીના ફંડ મેનેજર તરીકે ઓળખ આપી હતી.

21 વખતમાં અલગ અલગ ખાતાના નાણા જમા કરાવ્યા

આ અંગે નિવૃત પ્રોફેસર રામકૃષ્ણ શિવપુરીએ જણાવ્યું જે તેણે કહ્યું કે તેમની કંપની શેર બજારના રોકાણ કરનારા લોકોને 24 કલાકમાં 25 થી 30 ટકા નફો આપે છે. તેની બાદ કંપની અંગે જણાવ્યું હતું અને વોટ્સએપ ગ્રુપમાં જોડવામાં આવ્યા હતા. તેની સાયબર ઠગોએ 21 વખતમાં અલગ અલગ ખાતાના નાણા જમા કરાવ્યા હતા. જેમાં જયારે નાણા નીકાળવાનો પ્રયાસ કર્યો ત્યારે તેમાં રકમ જમા કરવા જણાવ્યું હતું. શરુઆતમાં કેટલી રકમ પરત આપવામાં આવી હતી. પરંતુ તેની બાદ વધુ નાણાની માંગ કરવામાં આવી હતી. ત્યારે તેમને અનુભવ થયો કે તેમની સાથે છેતરપીંડી કરવામાં આવી છે.

Chandrakant Kanoja

ગુજરાતી ન્યૂઝ ચેનલ તેમજ ડિજિટલ મીડિયા મળીને કુલ 25 વર્ષનો અનુભવ છે. જેમાં 14 વર્ષ સુધી ગુજરાતી અને હિન્દી ઈલેક્ટ્રોનિક્સ મીડિયામાં રિપોર્ટિંગ અને બ્યૂરો ચીફ તરીકેની કામગીરી કરેલી છે. ગુજરાતના રાજકારણ અને સમાજ કારણને ખૂબ જ નજીકથી કવર કર્યું છે. જ્યારે 11 વર્ષનો ડિજિટલ મીડિયાનો અનુભવ ધરાવે છે. પોલિટિકલ, ક્રાઇમ,… More »
Back to top button