
આમ આદમી પાર્ટી(AAP)ના રાષ્ટ્રીય કન્વીનર અને દિલ્હીના પૂર્વ મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલની મુશ્કેલીઓ વધારો થવાનો છે. અહેવાલ દિલ્હીના મુખ્ય પ્રધાન નિવાસનું સેન્ટ્રલ વિજિલન્સ કમિશન (CVC) દ્વારા નિરીક્ષણ કરવામાં આવશે, આ માટેના આદેશો પણ આપવામાં આવ્યા છે. CVCના જણાવ્યા મુજબ અરવિંદ કેજરીવાલે નિયમોનું ઉલ્લંઘન કરીને આઠ એકરમાં 40,000 ચોરસ યાર્ડ જમીન પર બંગલો બનાવ્યો હતો. હવે CPWD આ મામલે વિગતવાર તપાસ કરવા જઈ રહ્યું છે.
Also read : India US Trade: ભારત-અમેરિકા વચ્ચેનો વેપાર 500 અબજ ડોલર સુધી પહોચાડવાનો લક્ષ્યાંક
અરવિંદ કેજરીવાલ લીકર પોલીસી કેસ વિવાદમાં પહેલેથી જ ફસાયેલા છે. ‘શીશ મહેલ’ બંગલો વિવાદ દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં મહત્વનો મુદ્દો રહ્યો હતો, જેના કારણે આમ આદમી પાર્ટીને મોટું નુકસાન થયું હતું. હવે ચૂંટણી પરિણામોમાં AAPની હાર બાદ CVCએ કેજરીવાલની મુશ્કેલીઓમાં વધુ વધારો કર્યો છે. આ લખાય છે ત્યાં સુધી અરવિંદ કેજરીવાલ કે AAPએ આ અંગે કોઈ પ્રતિક્રિયા આપી નથી.
નોંધનીય છે કે ગયા વર્ષે જ ભાજપ નેતા વિજેન્દ્ર ગુપ્તાએ CVCને પત્ર લખીને બંગલાની તપાસની માંગ કરી હતી. તેમણે કહ્યું હતું કે ઘરના રીનોવેશન અને બાંધકામમાં નિયમોનું ઉલ્લંઘન કરવામાં આવ્યું હતું. પત્રમાં દલીલ કરવામાં આવી હતી કે બાંધકામ દરમિયાન ગ્રાઉન્ડ કવરેજ અને ફ્લોર એરિયા રેશિયોની નિર્ધારિત મર્યાદાનું પાલન કરવામાં આવ્યું ન હતું. એવો પણ દાવો કરવામાં આવ્યો હતો કે ભવ્ય બંગલો બનાવવા માટે નજીકની ઘણી સરકારી ઈમારતો તોડી પાડવામાં આવી હતી.
Also read : દિલ્હીનો તાજ કોણ ક્યારે પહેરશે? જાણો શું છે લેટેસ્ટ અપડેટ…
હવે CVC આ મામલાની તપાસ કરવા જઈ રહ્યું છે.