નેશનલ

ક્રૂડ ઓઇલના ભાવમાં ઘટાડો: ઘણાં શહેરોમાં પેટ્રોલ-ડીઝલના ભાવ થયા ઓછા

નવી દિલ્હી: દેશની તેલ કંપનીઓ દ્વારા પેટ્રોલ અને ડીઝલના નવા ભાવ જાહેર કરવામાં આવ્યા છે. નવી દિલ્હી સહિત ઘણાં શહેરોમાં પેટ્રોલ – ડીઝલના ભાવ સ્થિર રહ્યા છે, જ્યારે વારાણસી, પ્રયાગરાજ સહિત નોઇડા અને બિહારમાં ઇંધણના ભાવમાં ફેરબદલ થયો છે.

દેશની રાજધાની નવી દિલ્હીમાં પેટ્રોલનો ભાવ ૯૬.૭૨ રૂપિયા અને ડીઝલ ૮૯.૬૨ રૂપિયા લિટર છે, જ્યારે મુંબઇમાં પેટ્રોલ ૧૦૬.૩૧ રૂપિયા અને ડીઝલ ૯૪.૨૭ રૂપિયા લિટર વેચાઇ રહ્યું છે. કોલકાતામાં પેટ્રોલ ૧૦૬.૦૩ રૂપિયા અને ડીઝલ ૯૨.૭૬ રૂપિયા લિટર વેચાઇ રહ્યું છે. ચેન્નઇમાં પેટ્રોલ ૧૦૨.૭૪ રૂપિયા અને ડીઝલ ૯૪.૩૩ રૂપિયા લિટર છે.

આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલની કિંમતોમાં ઘટાડો થયો છે. અઠાવાડિયાના પહેલાં દિવસે ડબ્લ્યૂટીઆઇ ક્રૂડ ઓઇલ ૦.૭૨ ટકા વધીને બેરલ દીઠ ૮૭.૪૫ ડોલર છે. બ્રેંટ ક્રૂડ ઓઇલમાં ૧.૩૦ ટકાનો ઘટાડો થયો છે અને હવે તેની કિંમત બેરલ દીઠ ૯૧.૩૧ ડોલર છે. એક્સપર્ટ્સનું માનવું છે કે યુદ્ધની સ્થિતિને કારણે ક્રૂડ ઓઇલ બેરલ દીઠ ૧૦૦ ડોલરનો આંકડો પાર કરી શકે છે.

આ શહેરોમાં બદલાયા ઇંધણના ભાવ
ૄ નોઇડા અને ગ્રેટર નોઇડામાં પેટ્રોલ ૯૭ રૂપિયા લિટર અને ડીઝલ ૮૯.૮૧ રૂપિયા લિટર વેચાઇ રહ્યું છે.

ૄ લખનઊમાં પેટ્રોલ ૯૬.૬૨ રૂપિયા લિટર અને ડિઝલ ૮૯.૮૧ રૂપિયા લિટર વેચાઇ રહ્યું છે.

ૄ ગોરખપુરમાં પેટ્રોલના ભાવ બે પૈસા ઘટીને ૯૬.૭૯ રૂપિયા અને ડીઝલ ૮૯.૯૭ રૂપિયા લિટર છે.

ૄ પ્રયાગરાજમાં પેટ્રોલની કિંમત ૧૪ પૈસા ઘટીને ૯૬.૫૨ રૂપિયા લિટર અને ડીઝલ ૧૩ પૈસા ઘટીને ૮૯.૭૩ રૂપિયા લિટર વેચાઇ
રહ્યું છે.

ૄ વારાણસીમાં પેટ્રોલની કિંમત ૨૧ પૈસા વધીને ૯૬.૮૯ રૂપિયા લિટર અને ડીઝલ ૯૦.૦૮ રૂપિયા લિટર વેચાઇ રહ્યું છે.

ૄ રાજસ્થાનના જયપુરમાં પેટ્રોલ ૧૦૮.૪૮ રૂપિયા લિટર અને ડીઝલ ૯૩.૭૨ રૂપિયા લિટર વેચાઇ રહ્યું છે.

ૄ બિહારના પટનામાં પેટ્રોલના ભાવમાં ૧૮ પૈસાનો ઘટાડો થઇ ૧૦૭.૨૪ રૂપિયા લિટર અને ડીઝલ ૯૪.૦૪ રૂપિયા લિટર વેચાઇ રહ્યું છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button