કાશ્મીરના બડગામમાં સીઆરપીએફનું વાહન ખીણમાં ખાબક્યુંઃ અનેક જવાન ઘાયલ…

શ્રીનગરઃ પહલગામના આતંકવાદી હુમલા પછી કાશ્મીર સહિત દેશના સુરક્ષાના ભાગરુપે સુરક્ષા એજન્સીને એલર્ટ કરવામાં આવી છે ત્યારે આજે દક્ષિણ કાશ્મીરમાં સીઆરપીએફના વાહનને અકસ્માત નડ્યો હતો. બડગામના ખાનસાહિબ તહસીલના દૂધપથરીના તંગનાર વિસ્તારમાં સીઆરપીએફનું વાહન ઊંડી ખાઈમાં ખાબક્યું હતું.
સીઆરપીએફનું વાહન રસ્તા પરથી અચાનક ઊંડી ખાઈમાં ખાબક્વાને કારણે સ્પેશિયલ ક્યુએટી સાઉથ શ્રીનગર રેન્જના નવ જવાન ઘાયલ થયા છે, જ્યારે બે જણની હાલત ગંભીર છે. આ અકસ્માત પછી તમામ ઘાયલ જવાનોને આર્મીની શ્રીનગર સ્થિત હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, એમ અધિકારીએ જણાવ્યું હતું.
અધિકારીઓએ જણાવ્યું હતું કે મધ્ય કાશ્મીરના બડગામ જિલ્લાના ખાનસાહિબ દૂધપથરી વિસ્તારમાં આ અકસ્માત સર્જાયો હતો. અકસ્માતને કારણે સીઆરપીએફના વાહને સંતુલન ગુમાવવાને કારણે ઊંડી ખાઈમાં પડ્યું હતું. આ અકસ્માતમાં સીઆરપીએફના અનેક જવાન ઘાયલ થયા હતા. અકસ્માત પછી તાત્કાલિક બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી. ઉપરાંત, અધિકારીએ સ્પષ્ટતા કરી હતી કે હજુ સુધીમાં નક્કર જાનહાનિની સંખ્યા મળી નથી.
આપણ વાંચો : સરકારનો મોટો આદેશઃ VIP સુરક્ષામાંથી હટાવાશે NSG કમાન્ડો, CRPF સંભાળશે કમાન